ચંદ્ર જેવા કદના અવકાશી પદાર્થોની અથડામણને લીધે સોનું, પ્લેટિનમ મળ્યા

December 7, 2017 at 11:55 am


આપણા ગ્રહની રચનાની શરૂઆતમાં એક મોટા ચંદ્રના કદના અવકાશી પદાર્થે પ્ાૃથ્વીના મૂળ સુધી ઊંડા ઉતરીને સોના અને પ્લેટિનમ જેવી કીમતી ધાતુઓનું સર્જન કર્યું હોવું જોઈએ તેમ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.
આપણી સૌર વ્યવસ્થા માટે ગ્રહોનું એકબીજા સાથે અથડાવું જવાબદાર છે તેમ આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે અને તેને નાસાની સોલર સિસ્ટમ એક્સ્પ્લોરેશન વર્ચ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટ (એસએસઆરવીઆઈ)નો ટેકો છે.
વિજ્ઞાનીઓ લાંબા સમયથી માનતા આવ્યા છે કે ચંદ્રની રચના પછી પ્ાૃથ્વી પર લાંબા સમય સુધી બોમ્બાર્ડમેન્ટ થયું હતું જે 3.8 અબજ વર્ષ પહેલાં અટક્યું હતું.
લેટ એક્રીશન કહેવાતા આ સમય દરમિયાન પ્લેનેટેસિમલ્સ કહેવાતા ચંદ્રના કદના અવકાશી પદાર્થોના એકબીજા સાથે અથડાવાને કારણે પ્ાૃથ્વીની સપાટી પર મોટા પ્રમાણમાં ધાતુઓ અને ખનિજ ખડકોની રચના થઈ હતી.
એવો અંદાજ છે કે પ્ાૃથ્વીનું અત્યારનું 0.5 ટકા દ્રવ્યમાન ગ્રહોની ઉત્ક્રાંતિના આ સમય દરમિયાન બંધાયું હતું.
સાઉથ વેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસડબલ્યુઆરઆઈ) અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના સંશોધકોએ હાઈ રિઝોલ્યુશન ઇમ્પેક્ટ સિમ્યુલેશનનું સર્જન કર્યું હતું જે દશર્વિે છે કે મોટા પ્લેનેટેસિયલ્સનું કોર પ્ાૃથ્વીના કોર સાથે વિલીન થયું હતું અથવા ઉછળીને પાછું અવકાશમાં ઉછળ્યું હતું અને ગ્રહથી સંપૂર્ણપણે દૂર થઈ ગયા હતા.

print

Comments

comments

VOTING POLL