ચકચારી ડબલ મર્ડર પ્રકરણમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને કોર્ટમાં હાજર થવા સમન્સ

January 11, 2017 at 3:46 pm


શહેરમાં ચકચારી બનેલ ડબલ મર્ડર પ્રકરણમાં ગુજરનાર પ્રકાશ લુણાગરીયાના પિતા દેવરાજભાઈએ તેના પુત્રની હત્યા પોલીસ મારથી થઈ હોવાની ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે જેની તપાસ હાલ ચાલુ છે અને આ બનાવ સંદર્ભે અન્ય બે ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે આ તમામ ગુનાની તપાસ સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન બ્યુરો દ્વારા કરવામાં આવે તે મતલબની અરજી પ્રકાશ લુણાગરીયાના પિતાએ તેમના એડવોકેટ મારફત રાજકોટ ચીફ કોર્ટમાં દાખલ કરતા અદાલતે પોલીસ કમિશનર, ત્રણ પીઆઈ સહિતના અધિકારીઓને કોર્ટમાં હાજર થવા સમન્સ કાઢવામાં આવ્યા છે. આ અરજીમાં ફરિયાદીના પિતા દ્વારા જે ઘટનાક્રમ જણાવવામાં આવેલ છે તે મુજબ આ સમગ્ર કાંડને અંજામ આપવામાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ એચ.એમ. ગઢવી, પીએસઆઈ કે.કે.જાડેજા, કાનમીયા તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે.ગઢવી, થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ ગડુ વિધ્ધ આક્ષેપો કરવામાં આવેલ છે કે આ તમામ અધિકારીઓની આ કાંડમાં સક્રિય ભૂમિકા રહી છે. તેમજ આ સિવાય પણ ક્રાઈમ બ્રાન્ચ, ભક્તિનગર પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાના આક્ષેપો પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઉપરોકત તમામ અધિકારીઓ કે જેની સંડોવણી આ કાંડમાં હોવાની દહેશત વ્યકત કરેલ છે તે તમામ અધિકારીઓની તાત્કાલીક અસરથી અન્ય જગ્યાએ બદલી કરવામાં આવે અથવા તો ફરજ મોકુફ કરવામાં આવે તેવી માંગણી પણ આ અરજીમાં કરેલ છે. વધુ સુનાવણી તા.13-1-17ના રોજ આ કામે અરજદાર વતી ધરાશાસ્ત્રી સંજય પંડીત રોકાયેલ છે.

print

Comments

comments

VOTING POLL