ચાંદખેડામાં એક્સઆર્મી મેન દ્વારા ગળે ફાંસો ખાઇ આત્મહત્યા

August 8, 2017 at 9:43 am


શહેરના ચાંદખેડા ખાતે આવેલા કલ્પનાનગરના ફલેટમાં ગળે ફાંસો ખાઇ એક્સ આર્મી મેન દ્વારા આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના બાદ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચાંદખેડાના કલ્પનાનગરમાં આવેલા એફ-૨ નંબરના ફલેટના એક રૂમમાં સોમવારે સાંજે એક આર્મી મેન, નાગેન્દ્ર પ્રતાપસિંગ ઉંમર વર્ષ -૩૬ દ્વારા રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી છે. ઘટના સ્થળેથી કોઇ સ્યુસાઇડ નોટ કે અન્ય ચીજ મળી આવેલ ન હોઇ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

print

Comments

comments

VOTING POLL