ચાર જીએસટી પૂરક બિલને અંતે કેન્દ્રિય કેબિનેટે આપેલ લીલીઝંડી

March 20, 2017 at 7:58 pm


કેન્દ્રિય કેબિનેટે આજે ચાર જીએસટી પૂરક બિલને લીલી ઝંડી આપી દીધી હતી. આની સાથે જ ઐતિહાસિક જીએસટીને અમલી બનાવવાની દિશામાં મોદી સરકારે વધુ એક પગલું ભરી લીધું છે. ચાર જીએસટી પૂરક બિલને કેબિનેટે મંજુરી આÃયા બાદ હવે સંસદમાં તેમની રજુઆત માટેનાે માગૅ મોકળો થઈ ગયો છે. જે ચાર પૂરક બિલ છે તેમાં કમ્પેનસેશન લો, સેન્ટ્રલ-જીએસટી, ઈન્ટેગ્રેટેડ-જીએસટી અને યુનિયન ટેરેટરી જીએસટીનાે સમાવેશ થાય છે. મની બિલ તરીકે આ બિલ હવે રજુ કરવામાં આવશે. જીએસટી પૂરક બિલને કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. આ બિલ હવે આ સપ્તાહમાં જ સંસદમાં રજુ કરવામાં આવનાર છે. જીએસટી બિલ આજની બેઠકમાં એકમાત્ર એજન્ડા તરીકે રહ્યાા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક આજે મળી હતી. સંસદમાં એકસાથે ચર્ચા માટે આ ચારેય બિલ હાથ ધરવામાં આવ્યા હતા.

સંસદ દ્વારા એક વખતે મંજુર થઈ ગયા બાદ રાજ્યો તેમના એસ જીએસટી બિલ માટે ચર્ચા હાથ ધરશે. જ્યારે એસ જીએસટીને સંસદ દ્વારા મંજુર કરવામાં આવનાર છે. પહેલી જુલાઈથી જીએસટીને અમલી કરવાની દિશામાં સરકારે પહેલ કરી દીધી છે. સંસદના વતૅમાન સત્રમાં જ સીજીએસટી, આઈજીએસટી, યુટીજીએસટી અને જીએસટી કમ્પેનસેશન બિલને મંજુર કરી દેવામાં આવશે. એસજીએસટી દરેક રાજ્ય વિધાનસભામાં મંજુર કરવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે સરકાર સ્વતંત્ર ભારતમાં સાૈથી મોટા બિલને હાથ ધરવા જઈ રહી છે. જીએસટીની અંદર સેન્ટ્રલ ટેક્સ અને વેટને મર્જ કરી દેવામાં આવશે. સી-જીએસટીમાં કેન્દ્ર સરકારને ચીજવસ્તુ અને સર્વિસ ઉપર જીએસટી કરવેરા માટે અધિકાર રહેશે. જ્યારે આઈ-જીએસટી આંતરરાજ્ય સÃલાય ઉપર આધારિત રહેશે. સૂત્રોએ કહ્યું છે કે, કાઉÂન્સલે પહેલાથી જ પાંચ, 12, 18 અને 28ટકાના ચાર સ્તરીય કરવેરા માળખાને આખરીઆેપ આપી દીધો છે પરંતુ મોડલ જીએસટી કાયદાને લઇને પીકરેટ 40 ટકા રાખવામાં આવ્યો છે. બીજી બાજુ સેસને લઇને પણ ચર્ચા છે. સૂત્રોનું કહેવું છે કે, સરકાર 12મી એપ્રિલના દિવસે પુરા થઇ રહેલા સંસદના બજેટ સત્ર દરમિયાન એક સાથે સંસદમાં મંજુરી લેવા માટે આ તમામ ચારેય બિલ અને કાયદાઆેને હાથ ધરવાના પ્રયાસ કરી શકે છે. એક મહત્વકાંક્ષી પહેલ તરીકે જીએસટીને ગણવામાં આવે છે. મોદી સરકાર જીએસટી આડેની તમામ અડચણો દૂર કરીને આને હવે નિર્ધારિત સમયે અમલી કરવા ઇચ્છુક છે. જીએસટીને અમલી કરવા માટેની તારીખ વારંવાર બદલાતી રહી છે. આ વખતે પ્રથમ વખત મક્કમ ઇરાદા સાથે પહેલી જુલાઈથી જીએસટીને અમલી કરવા માટે તૈયારી કરાઈ છે. જીએસટીને અમલી કરવાને લઈને છેલ્લા ઘણા વષોૅથી પ્રયાસ થયા છે પરંતુ આને અમલી બનાવવામાં સફળતા મળી નથી. વારંવાર અમલીકરણને લઈને તારીખો પડતી રહી છે. હવે જીએસટીને પહેલી જુલાઈથી અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ કેટલીક દુવિધાઆે અકબંધ છે.

print

Comments

comments

VOTING POLL