ચાર મહિના પછી ફરી સોનું 30,000ની સપાટીને પાર

August 12, 2017 at 10:46 am


અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના યુધ્ધના માહોલે સોનામાં તેજીનો માહોલ રચ્ચો છે. એક તરફ છેલ્લા પાંચ દિવસથી શેરોમાં નરમાઇનો માહોલ છે તો બીજી તરફ સોનામાં તેનાથી વિરૂધ્ધ તેજીનો માહોલ રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિકમાં સોનું 14 એપ્રિલ પછીની સૌથી ઊંચી સપાટીએ અને રૂ.30,000ની સપાટીને ઓળંગી ગયું હતું. છેલ્લા એક સપ્તાહમાં તેમાં રૂ.850નો ઊછાળો નોંધાયો હતો. ચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા જોવાઈ હતી. જ્યારે ડોલર સામે રૂપિયામાં ઘસારો ધીમો પડ્યો હતો અને સાધારણ પાંચ પૈસા ઘટીને 64.14ની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકાએ ઉત્તર કોરિયા પર હુમલાની તૈયારી કરી દીધી હોવાના અહેવાલોને પગલે સોનું પાંચ ડોલર મજબૂત રહીને 1,290ની સપાટીએ ટ્રેડ થતું હતું. સોનું સાત જુન 2017 પછી પહેલીવાર 1,290 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. ચાંદી ચાર સેન્ટ ઘટીને 17.06 ડોલર હતી.

print

Comments

comments

VOTING POLL