ચિકાસા નજીક એસ.ટી. હડફેટે આધેડનું મોત

December 7, 2017 at 5:53 pm


પોરબંદર-માધવપુર હાઇવે ઉપર ચિકાસા નજીક એસ.ટી.બસ હડફેટે બાઇક સવાર આધેડનું મોત થયું છે.
રાજકોટ રહેતા રણજીત રાજાભાઇ ભરડા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેના પિતા રાજાભાઇ અને પ્રદિપભાઇ મોટરસાઇકલમાં નરવાઇ મંદિરથી ચિકાસા ગામ વચ્ચેથી પસાર થતા હતા ત્યારે એસ.ટી.બસના ચાલક દિવાસા ગામના વિરા ગરચરે બેફીકરાઇથી બસ ચલાવી પાછળથી બાઇકને ઠોકર મારી પ્રદિપભાઇને ઇજા કરી હતી તથા રાજાભાઇનું મોત નિપજાવ્યું હતું.
બેરણમાં દારૂ સાથે ઝડપાયો
બેરણના વાડીવિસ્તારમાં રહેતો આંટીવાળા નેસનો જગા બાવા ગુરગટીયા દારૂની પ0 કોથળી સહિત 1000 રૂપિયાના બે બાચકા લઇ સીમના તળાવ પાસેથી બખરલા જતાં રસ્તે નિકળ્યો ત્યારે પોલીસે તેને પકડી પાડયો હતો.

print

Comments

comments

VOTING POLL