ચિત્રોડ, ધોળાવીરા નેશનલ હાઈવે માટેનાે સવેૅ શરૂ : રાપર શહેરના 600થી વધુ દબાણો હટાવવા પડશે

April 20, 2017 at 9:19 pm


કેટલાક આગેવાનાે દ્વારા બાયપાસ માગૅ કરવા રજૂઆત જેથી દબાણો બચી જાય

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના જુદા જુદા રાજ્યો ધોરી માગૅને નેશનલ હાઈવેમાં રૂપાંતર કરવાની જાહેરાત કરી છે જેમાં કચ્છના અને ખાસ કરીને ચિત્રોડ, ધોળાવીરા અને ઘડુલી સાંતલપુરનાે સમાવેશ થાય છે. તાે આ માગૅ અંગે નેશનલ હાઈવે આેથોરીટીએ ચિત્રોડ ધોળાવીરા માગૅનું સવેૅ હાથ ધર્યું છે જેમાં ચિત્રોડથી ધોળાવીરા સુધીમાં અસંખ્ય રીતે દબાણ થઈ ગયા છે તાે ખાસ કરીને રાપર શહેરમાંથી પસાર થતાં આ માગૅ પર અંદાજે 600થી વધુ દબાણ થઈ ગયા છે જેમાં ખાસ કરીને રાપરના ફલકૂ પુલથી કેનેડાનગર સુધીના 4 કિ.મી. પર જમીન દબાણ થઈ ગયું છે જેમાં સુત્રોના જણાવ્યા અનુસાર 1971માં જે રીતે જમીન માગૅ મકાન વિભાગની હતી તે રીતે જ ખુલ્લી જગ્યા કરવામાં આવી શકે તેમ છે તાે પાવર હાઉસથી ત્રંબાૈ ત્રણ રસ્તા સુધીમાં અંદાજે મુખ્ય 600 દબાણ છે તેવી જમીન સંપાદન દરમિયાન ખુલ્લી કરવામાં આવશે. માગૅની બન્ને તરફ પાંચ મીટર ખુલ્લી જગ્યા રહેશે અને ર0 મીટરનાે માગૅ બનાવવામાં આવશે તાે દેનાબેંક ચોક ખાતે રાપર નગરપાલિકા બરો હતી ત્યારે શોિંપગ સેન્ટર બનાવવામાં આવેલ જેમાં માગૅ મકાન વિભાગ 10 મીટરની જમીન પર આ શોિંપગ સેન્ટર બનાવવામાં આવેલ છે તાે એસ.ટી. તંત્ર દ્વારા પણ 1પ મીટર સુધી દબાણ કરી શોિંપગ સેન્ટર ઉભા કરી રોકડી કરી લીધી છે તાે અનેક સ્થળોએ કરોડોની જમીનાે પર ગેરકાયદે બાંધકામ કરી શોિંપગ સેન્ટર અને દુકાનાે ઉભી થઈ ગઈ છે. રાપર શહેરમાંથી પસાર થતા આ માગૅ મકાન વિભાગની જમીન પર દબાણ થયું છે અને આ મિલ્કત નગરપાલિકાએ પાેતાના રજીસ્ટ્રેશનમાં ચડાવી પણ દેવામાં આવી છે અને મકાન વેરો વ્યવસાય વેરો ઈત્યાદી વેરા નગરપાલિકા દ્વારા વસુલ કરવામાં આવે છે આ તમામ દબાણ દુર કરવાની નેશનલ હાઈવે આેથોરીટીએ સવેૅ કરી દુર કરવા માટે જો સરકાર તરફથી મંજુરી મળશે તાે જ આ માગૅ નેશનલ હાઈવે આેથોરીટી સંભાળશે. ચિત્રોડ ધોરાવીરાનાે વન વે માગૅ નેશનલ હાઈવે દ્વારા બનાવવામાં આવશે. જો રાપર શહેરમાંથી પસાર થતાં 1971 મુજબના માગૅ પ્રમાણે અનેક બિલ્ડીંગ અને નગરપાલિકા અને એસ.ટી.ના શોિંપગ સેન્ટર તથા પશુ દવાખાના તથા દેનાબેંક ચોક અને સલારી નાકા પાસે બુલડોઝર ફરી વળશે. હવે આ માગૅ બાયપાસ લઈ જવા માટે અને નેશનલ હાઈવે ન બને માત્ર જાહેર કરવામાં જ આવે તે માટે ભાજપના નેતાઆે પ્રધાનમંત્રી કાર્યાલય અને નેશનલ હાઈવે આેથોરીટી આેફ ઈન્ડિયાના કાર્યાલયના ચક્કર કાપવા મંડ્યા છે જો ચિત્રોડ ધોરાવીરા માગૅને નેશનલ હાઈવે માત્ર રેકોર્ડ પર જાહેર કરવામાં આવ્યો તાે ધોરાવીરા વર્લ્ડ હેરીટેજ સાઈટ પર નહીં જાહેર થાય કે નહીં વાગડનાે વિકાસ થાય. આ માગૅ મુદ્દે સ્થાનિક ભાજપના નેતાઆેને સુડી વચ્ચે સાેપારી જેવી સ્થિતિ સજાૅઈ છે.

print

Comments

comments

VOTING POLL