ચીનમાં ભયાનક ભૂકંપ: 100 લોકોના મોતની આશંકા

August 9, 2017 at 10:58 am


મધ્ય ચીનના એક પહાડી વિસ્તારમાં આવેલા 6.5ની તીવ્રતાના ભૂકંપથી 100 લોકોના માયર્િ જવાની આશંકા સેવાઈ રહી છે. સરકારી ટેલિવીઝને પોતાના અહેવાલમાં 7 લોકોના માયર્િ જવાની સ્પષ્ટતા કરી છે. ચીનના નેશનલ કમિશને આ વિસ્તારમાં રહેતાં અંદાજે 100 લોકો આ ભૂકંપમાં માયર્િ ગયાની આશંકા વ્યક્ત કરી છે.
યુ.એસ.જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે સિચુઆન પ્રાંતના જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો ત્યા ઓછી વસતી છે. ભૂકંપ્નું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર હતું. કુદરતી આફત સામે રાહત બચાવનું કાર્ય કરનારા ચીનના નેશનલ કમિશને આ વિસ્તારમાં રહેતાં અંદાજે 100 લોકોના મૃત્યુ થયા હોવાની ભીતિ વ્યક્ત કરી છે. 13,000થી વધુ ઘરોને નુકસાન થયાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. ન્યુઝ એજન્સી એએફપીએ સરકારી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે 2010ની જનગણનાના આંકડાના આધારે આ વાત કહેવામાં આવી છે.
સિચુઆત પ્રાંતની સરકારના અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપ્ને કારણે થયેલા ભૂસ્ખલનમાં 100થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. આમાં કોઈ જાનહાની થયાના અહેવાલો મળી રહ્યા નથી. સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે આ પ્રવાસીઓ સાથે શું થયું તેની કોઈ માહિતી નથી. પ્રવક્તાના જણાવ્યા અનુસાર ભૂસ્ખલનમાં આ તમામ પર્યટકો દબાઈ ગયા અથવા પછી રસ્તો બંધો થઈ જવાને કારણે ત્યાં ફસાયેલા છે તે અંગે કોઈ માહિતી નથી. આ ભૂકંપ ભારતીય સમય અનુસાર રાત્રે અંદાજે 1:20 વાગ્યે આવ્યો હતો. જે જગ્યાએ આ ભૂકંપ આવ્યો છે 2008માં ત્યાં જ 8ની તીવ્રતાનો એક મોટો ભૂકંપ આવ્યો હતો. આમાં 87,000 લોકો માયર્િ ગયા હતા તો અમુક ફસાઈ ગયા હતાં.
પીપલ્સ ડેઈલી અખબારે જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય માટે 600થી વધુ ફાયરબ્રિગેડ કર્મચારી અને સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તાર સાથે સંપર્ક પણ તૂટી જવા પામ્યો છે.

print

Comments

comments

VOTING POLL