ચુબડકમાં યુવાન ઉપર ચાર શખ્સાેનાે ખુની હુમલો

December 6, 2017 at 8:50 pm


તાલુકાના ચુબડક ગામે યુવાન ઉપર ચાર ઈસમોએ હુમલો કરતા આ સમગ્ર મામલો પાેલીસ મથકો પહાેંચ્યો છે.

જાણવા મળતી વિગતાે મુજબ નવીચુબડક ગામે રહેતા હનીફ ઈબ્રાહીમ પાર (ઉ.વ.રપ)ને ગત રાત્રિના દસ વાગ્યાના અરસામાં ચુબડક ગામની શાળા પાસે અબ્દુલ સિધિક ખારા, અબ્દુલ બુઢા પારા, ઈસ્માઈલ અબ્દુલા પારા અને રજાક બુઢા પારા સાથે અગાઉના ઝઘડાની બાબતમાં બાેલાચાલી થઈ હતી અને ઉશ્કેરાઈને લાકડી વડે માર માયોૅ હતાે તેમજ જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર ઘટનામાં પાેલીસે આરોપીઆે વિરૂદ્ધ ગુનાે દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નાસી છુટેલા ઈસમોને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL