ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ 48 સ્ટેટિક-ફલાઇંગ સ્કવોડ મેદાનમાં

November 14, 2017 at 5:30 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ સ્ટેટિક અને ફલાઇંગ સ્કવોડ મેદાનમાં આવી ગઈ છે. 24 સ્ટેટિક અને 24 ફલાઇંગ સ્કવોડની રચના રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે દ્વારા કરવામાં આવી છે અને આજે રાજકોટ શહેરની અંદર પ્રવેશવાના તથા બહાર નીકળવાના તમામ રસ્તાઓ પર નાકાઓ દબાવીને ટીમના સભ્યો દ્વારા ચેકિંગનો સપાટો બોલાવવામાં આવી રહ્યો છે.
ચૂંટણી વિભાગના સત્તાવાળાઓના જણાવાયા મુજબ બન્ને ટીમનું લોકેશન સતત ફરતું રહેશે અને તેના કારણે ચોર રસ્તેથી નીકળવાના પ્રયાસો પણ કામિયાબ થશે નહીં. જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ આજે સ્ટેટિક અને ફલાઇંગ સ્કવોડના તથા ખર્ચ ઓબ્ઝર્વરો સાથે સવારે મિટિંગનું આયોજન કયર્ંું હતું અને ચૂંટણી સંબંધી કામગીરી સાથે સંકળાયેલા રાજકીય પક્ષો અને તેના કાર્યકરોને લઈ જતાં વાહનોનું ચેકિંગ કરાશે પરંતુ સામાન્ય લોકોને અગવડતા ન પડે તે જોવા પણ ખાસ અનુરોધ કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL