ચૂંટણીનું સેટઅપ પુરું છતાં સ્ટાફને નવી કામગીરી ન સોંપાતા બેઠા બેઠા પગાર

March 13, 2018 at 3:25 pm


વિધાનસભાની ચૂંટણી માટે મંજૂર કરેલું સેટઅપ પુરું થઈ ગયું છે અને તેને પણ લાંબો સમય પસાર થઈ ગયો છે. આમ છતાં ચૂંટણી કામગીરી માટે ફાળવાયેલા ૨૪ નાયબ મામલતદારો, ૮ કલાર્ક અને ૮ પટ્ટાવાળા કોઈ કામગીરી વગર નવરા બેઠા બેઠા સરકારનો પગાર મેળવી રહ્યા છે.

સામાન્ય રીતે ચૂંટણી પુરી થયા પછી એકાદ સાહમાં જ બદલીના હુકમો કરવામાં આવતા હોય છે પરંતુ તા.૩૧ જાન્યુઆરીએ સેટઅપ પુરું થઈ ગયું હોવા છતાં હજુ સુધી બદલીના ઓર્ડર કરાયા નથી.

મનોરંજન શાખાને તા.૨૮ ફેબ્રુઆરીથી તાળું મારી દેવામાં આવ્યું છે પરંતુ અહીં પણ સ્ટાફને નવા સ્થળે બદલીના કોઈ હુકમો કરવામાં આવેલ ન હોવાથી મામલતદાર, મનોરંજન નિરીક્ષકો, કલાર્ક, પટ્ટાવાળા સહિતનો સમગ્ર સ્ટાફ બેઠા બેઠા પગાર મેળવી રહ્યો છે.

બદલીનો ઘાણવો કયારે કાઢવામાં આવશે તે બાબતે ભારે પૂછપરછ થઈ રહી છે

print

Comments

comments

VOTING POLL