ચૂંટણી ખર્ચની મર્યાદામાં ૭૫ ટકા વધારો મંજૂર : ફુગાવાની અસર

November 14, 2017 at 11:59 am


ફુગાવાની વાસ્તવિકતાને સ્વીકારી લઇને ચૂંટણી પંચે વર્ષ ૨૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખર્ચની મર્યાદામાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં ૭૫ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. વર્ષ ૨૦૧૨માં ખર્ચન મર્યાદા પ્રતિ ઉમેદવાર ૧૬ લાખ રૂપિયા હતી પરંતુ તે હવે ૨૮ લાખ રૂપિયા થઇ ગઇ છે. આવી જ રીતે ઇલેક્શન ઓફિસરો દ્વારા અન્ય ચીજવસ્તુઓના રેટની યાદી પણ જારી કરવામાં આવી છે. આ ચીજવસ્તુઓનો ઉપયોગ ઉમેદવારો દ્વારા મોટાપ્રમાણમાં કરવામાં આવે છે. ચૂંટણી પંચે ૨૦૦થી વધુ ચીજવસ્તુઓના ખર્ચ સાથે રેડકાર્ડ જારી કરી દીધા છે. આ સુવિધાનો ઉપયોગ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવનાર છે.

પ્રચાર દરમિયાન આ તમામ ચીજાનો ઉપયોગ થનાર છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે જેમાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. અમદાવાદ ઇલેક્શન ઓફિસર દ્વારા ફિક્સ કરવામાં આવેલા રેટ મુજબ ૨૦૧૨ની સરખામણીમાં મોટાભાગની વસ્તુઓના ખર્ચમાં વધારો થયો છે. દાખલા તરીકે ચાના એક કપ માટે હવે ૧૦ રૂપિયાનો ખર્ચ થશે જ્યારે ૨૦૧૨માં પાંચ રૂપિયાનો ખર્ચ હતો.

એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેની માહિતી પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આને લઇને ગણતરીનો દોર રાજકીય પક્ષોમાં શરૂ થયો છે. લંચ અથવા તો ડિનર (ગુજરાતી થાળી)ની કિંમત જે અગાઉ ૨૦૧૨માં ૩૨.૫૦ રૂપિયા હતી તેની કિંમત હવે ૭૦ રૂપિયા થશે. જ્યારે જા આ થાળીમાં મિઠાઈને આવરી લેવામાં આવશે તો ખર્ચનો આંકડો ૧૦૦થી ૧૧૦ રૂપિયા સુધીનો થશે. સૌથી મોટો ઉછાળો ગ્રીન રુમના ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રીનરુમમાં રેટ હવે ૬૨૫ના બદલે ૧૫૦૦૦ રૂપિયા થયો છે. ૨૦૧૨માં ૧૫ ફુટના રુમ સુધી રેટ ૬૨૫ રૂપિયા હતો પરંતુ હવે ૧૫૦૦૦ રૂપિયા થશે. વીઆઈપી માટે ચેરના ખર્ચમાં પણ વધુ નાણા ચુકવવા પડશે. તેમાં ૨૫ના બદલે ખર્ચ ૪૫ થયો છે. રાજકીય સમર્થકો માટે સારા સમાચાર છે. તેમના સ્નેક્સમાં ખર્ચ ઓછો રહેશે. ઉમેદવારો અને પાર્ટીઓ દ્વારા કરવામાં આવનાર ખર્ચની ગણતરી ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા રેટ મુજબ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોની ખર્ચની રકમ ચાંપતી નજર રાખવામાં આવનાર છે. ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા ૨૮ લાખ રૂપિયા રખા છે.

ભાજપના પ્રવક્તાનું કહેવું છે કે, નક્કી કરવામાં આવેલા રેટ અગાઉના રેટ કરતા વધારે છે. ઓફિસો ઉપર રસોડા ચાલી રહ્યા છે. ત્યા બનાવવામાં આવતા ભોજન પર ૬૦ રૂપિયાનો ખર્ચ થશે. પ્રિન્ટિંગ, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી, જાહેરાતો, ભાડા પટ્ટે વાહનો, હોર્ડિંગ્સ અને અન્ય ચીજવસ્તુઓ જેનો ઉપયોગ ઉમેદવારો કરવામાં આવે છે તે તમામ ચીજવસ્તુઓની કિંમતો પણ નક્કી કરવામાં આવી ચુક્યા છે. ગ્રીન રુમમાં સૌથી વધારેનોંધોઈ ચુક્યો છે. પ્લાસ્ટિક ચેર, વીઆઈપી ચેર, સોફા સહિતના ખર્ચમાં વધારો કરાયો છે.

print

Comments

comments

VOTING POLL