ચૂંટણી ગુજરાતની…ભાજપ-કોંગ્રેસના વોરમ દિલ્હીમાં..

September 12, 2017 at 6:06 pm


નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં અથવા તો ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં ઓછામાં ઓછા બે તબકકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અત્યાર સુધી કોંગ્રેસમાં સ્થાનિક કક્ષાએથી ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરીને અંતિમ મંજૂરી માટે દિલ્હી મોકલાતું હતું જયારે ભાજપમાં સ્થાનિક કક્ષાએ ઉમેદવારો પસંદ કરીને દિલ્હીમાં મોવડીઓને માત્ર તેની જાણ કરવા લિસ્ટ મોકલાતું હતું. હવે બન્ને પક્ષની સ્થિતિ સરખી થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસના કયા ઉમેદવારને ટિકિટ આપવાના લિસ્ટમાં અને કોને ટિકિટમાં કાપવાના લિસ્ટમાં મુકવા તેનો નિર્ણય બન્ને પક્ષમાં આ વખતે દિલ્હીથી લેવાનો છે.

રાજ્યની ચૂંટણીમાં જે તે રાજ્યના મોટા નેતા અને પ્રોજેકટ કરીને તેના ચહેરા પર ચૂંટણીઓ લડાતી હોય છે પરંતુ આ બાબતમાં પણ બન્ને પક્ષો દિલ્હી પર નિર્ભર છે. ભાજપમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના ખભે સંપૂર્ણ જવાબદારી આવી ગઈ છે અને આ બન્ને નેતાઓ દિલ્હી-ગુજરાત વચ્ચે સતત આંટાફેરા કરી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય નાણામંત્રી અણ જેટલી, કેન્દ્રીયમંત્રી નિર્મલા સિતારમન, નરસિમ્હા જેવાઓ ઉપર જવાબદારી મુકવામાં આવી છે. આ ઉપરાંતના ભાજપ્ના રાષ્ટ્રીય સ્તરના અનેક નેતાઓ ગુજરાતમાં આવ-જાવ કરે છે અને ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ નેતાઓની સંખ્યા અને તેની અવરજવરની માત્રા વધી જશે.
ગયા રવિવારે ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ‘યુવા ટાઉન હોલ’ના કાર્યક્રમથી ગુજરાતમાં 312 સ્થાનો પર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના 180352 યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં 4 લાખથી વધુ પ્રશ્ર્નો અને સલાહ સુચનો મળ્યા હતાં. યુવાનો માટેના આ કાર્યક્રમમાં યુવાનોના પ્રશ્ર્નોની સાથો સાથ ગુજરાતનું બજેટ, ગુજરાતનું દેવું, દિલ્હીમાં કોંગ્રેસના શાસન વખતે ગુજરાતને થયેલો અન્યાય અને ભાજપે કરેલો ન્યાય, ગુજરાતની માથાદીઠ આવકમાં થયેલો વધારો, શિક્ષણની સુવિધામાં ભાજપ્ના શાસનમાં કરાયેલો વધારો સહિતના મુદ્દાઓ આવરી લેવાયા હતાં અને આ કાર્યક્રમમાં સોશ્યલ મીડિયામાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. ફેશબુકના માધ્યમથી વિશ્ર્વના 5 લાખ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હોવાનો ભાજપ્ના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કર્યો હતો.
જો કે ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમારે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જેમ કોઈપણ કાર્યની શઆત ગણેશવંદનાથી થાય તેમ મોદી-અમિત શાહના ભાષણની શઆત હંમેશા રાહલ વંદનાથી થાય છે અને ‘યુવા ટાઉન હોલ’ના કાર્યક્રમમાં અમિત શાહે તેમ જ કર્યુ છે.

સામી બાજુ કોંગ્રેસમાં રાહલ ગાંધી અત્યાર સુધી બે વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂકયા છે અને તેના આગામી ત્રણેક મુલાકાતોના કાર્યક્રમો ગોઠવાઈ ગયા છે. ગુજરાત આવવા માટે સોનિયા ગાંધીને પણ આમંત્રણ અપાયું છે. ટિકિટ ફાળવણીથી માંડી ચૂંટણી સંચાલનની મોટા ભાગની પ્રક્રિયા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાલાસાહેબ થોરાટ, મીનાક્ષી નટરાજન, અજય લાલુ, ગિરીશ ચાંદોલકર સહિતનાઓને સોંપવામાં આવી છે. પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને સહપ્રભારી રાજીવ સાત્વે સહિતનાઓ ગુજરાતમાં ધામા નાખીને પડયા છે. રણદિપ સુરજેવાલ, દિગ્વિજયસિંહ જેવા નેતાઓ તાજેતરમાં ગુજરાતની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવી ચૂકયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક આજે અમદાવાદમાં મળી હતી અને તે સાથે જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શ થઈ ગઈ છે જો કે હજુ તો આવી ઘણી મિયિંગો મળશે અને દિવાળી આસપાસ ઉમેદવારોના નામ ફાઈનલ થાય તેમ જણાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ ઈલેકશન કમિટી દ્વારા જે ઉમેદવારોની પસંદગી પર ભાર મુકાશે તેનું સ્ક્રિનિંગ, ચકાસણી ખરાઈ અને આખરી ઓપ આપવાનું કામ સ્ક્રિનિંગ કમિટી કરશે. કોંગ્રેસના કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તેના નામ નકકી કરવા અને પસંદગીની કવાયતના ભાગ પે સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ કોંગ્રેસ ઈલેકશન કમિટી સંયુકત બેઠક મળનારી છે. ભાજપે 150થી વધુ બેઠકો મેળવવાનો ટાર્ગેટ સેટ કર્યો છે તો કોંગ્રેસે 125 બેઠકનો લક્ષ્યાંક નકકી કર્યો છે. આ લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે કોંગ્રેસ જર પડયે વિધાનસભા સીટવાઈઝ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. આ માટે અલગ અલગ ચાર ઝોનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ટીમને લોકોની સમસ્યા, સ્થાનિક પ્રશ્ર્નો જાણવામાં આવ્યા હતાં. સાથો સાથ રાજ્યોના તમામ મતક્ષેત્રોમાં કયા ઉમેદવાર માટે મતદારોનો કેવો મુડ અને પ્રતિભાવ છે તેનો સર્વે પણ કોંગ્રેસે કર્યો છે. આમાં મીડિયાથી માંડી સ્વૈચ્છીક સંગઠનો અને સ્થાનિક આગેવાનોને સર્વેની ટીમના લોકો મળ્યા હતાં. સાચા અને જીતી શકે તેવા ઉમેદવારની પસંદગી થાય અને આ વખતે ટિકિટની ફાળવણીમાં કાચું ન કપાય જાય તે માટે કોંગ્રેસ ખાસ ધ્યાન રાખી રહી છે.

તાજેતરમાં વોટસઅપ અને સોશ્યલ મીડિયામાં ‘સોનું તને મારા પર ભરોસો નહીં કે…!!!’ ગીતે ભારે ધૂમ મચાવી હતી. આ ગીત અત્યારે ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ ગણગણી રહ્યા છે. સોશ્યલ મીડિયાની આવી જ બીજી તાકાતનો પરચો હાલ ‘વિકાસ ગાંડો થયો છે’માં મળી રહ્યો છે. રસ્તાની ખરાબ હાલત અને ચોમાસામાં તેના ધોવાણનો મુદ્દો સંપૂર્ણ પણે સ્થાનિક લેવલની વાત હોવા છતાં સોશ્યલ મીડિયાના કારણે તે રાજ્યસ્તરનો મુદ્દો બની ગયો છે. દરરોજ હજારો પોસ્ટ મુકાઈ રહી છે અને વાત એટલી હદે આગળ વધી ગઈ છે કે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને ભાજપ્ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ મુદ્દે પોતાના વિચારો વ્યકત કયર્િ છે.

રસ્તા જેવી સામાન્ય બાબતની ફરિયાદ સ્થાનિક તંત્રવાહકો પણ માંડ માંડ સાંભળે છે ત્યારે ધોરાજીમાં રસ્તાની હાલત ખરાબ હોવાથી તાત્કાલિક પગલાં લેવાની સૂચના મુખ્યમંત્રી કાયર્લિયમાંથી રાજકોટ જિલ્લા કલેકટરને મળતા કલેકટર ડો.વિક્રાંત પાંડે તાત્કાલીક ધોરાજી પહોંચી ગયા હતાં. ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર લાવવાની દરખાસ્ત સરકારમાં કરી દેવામાં આવી છે અને ડાના સીઈઓ પંડયાના અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટી હવે ધોરાજીમાં રસ્તા રિપેરિંગની કામગીરીનું ઓબ્જર્વેશન કરશે અને કલેકટરને રોજે રોજનો રિપોર્ટ આપશે. સમગ્ર રાજ્યના એકેએક શહેરમાં રસ્તાની હાલત ખરાબ છે ત્યારે ધોરાજીને શા માટે આટલું બધું મહત્વ અપાયું હશે તેવા સવાલો લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને ધોરાજી, કંડોરણા, જેતપુર અને ઉપલેટા વિસ્તારના રાજકારણીઓમાં પૂછાઈ રહ્યા છે.
વિધાનસભાની આ ચૂંટણીમાં નર્મદાના પાણીના મુદ્દે ભાજપ મોટો મદાર રાખી રહેલ છે તેથી નર્મદા યાત્રા નીકળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. જો કે રાજકીય નિરીક્ષકો એવો અભિપ્રાય વ્યકત કરી રહ્યા છે કે નર્મદા મૈયાના વધામણાના નામે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાઈ ગયા બાદ ભાજપે આ ઈસ્યુ બંધ કરી દેવાની જર હતી પરંતુ તેમ ન થતાં નર્મદા યાત્રાનો વિરોધ કરવાનું કોંગ્રેસ સહિતનાઓને તક મળી ગઈ છે. આવી જ રીતે પાક વીમાનો ઈસ્યુ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ‘વિકાસ ગાંડો થયો છે’ ના મુદ્દાએ ગુજરાતના રાજકારણની કુકરી ગાંડી કરી છે અને હવે ચૂંટણીમાં શું થાય છે તે જોવાનું રહેશે.

print

Comments

comments

VOTING POLL