ચૂંટણી દરમિયાન રાજકોટ આઇટીના ઇન્વેસ્ટિગેશન વિંગના જોઇન્ટ ડાયરેકટર શ્રીવાસ્તવના શિરે નવ જિલ્લાની જવાબદારી

October 12, 2017 at 3:15 pm


ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મોનીટરીંગની સૌથી મોટી જવાદબારી રાજકોટ આઈટીના ઈન્વેસ્ટીગેશન વીંગના જોઈન્ટ ડાયરેકટર પંકજ શ્રીવાસ્તવના ખભા પર આવી છે. ચુંટણી દરમિયાન સંભવીત નાણાકીય હેરાફેરીને રોકવા માટે એક સાથે નવ જિલ્લાઓમાં પંકજ શ્રીવાસ્તવનું નિરીક્ષણ રહેશે. તાજેતરમાં પ્રિન્સીપાલ ચીફ કમિશનર ગુજરાત દ્વારા ઓર્ડરો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ સહિત રાજ્યભરની આવકવેરા વિભાગ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારીની ફાળવણી થઈ ચુકી છે. ત્યારે આઈટી વીંગના જોઈન્ટ ડાયરેકટર શ્રીવાસ્તવને રાજકોટ, કચ્છ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબી જિલ્લાનું મોનીટરીંગ આપવામાં આવ્યું છે.
આગામી ટુંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી હોય તંત્ર સજ્જ થઈ ગયું છે. ચુંટણી દરમિયાન સરકારી કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. જે અધિકારીઓ અને કર્મચારીઓએ રજા મુકી હતી તેમની રજા પણ રદ કરાઈ છે. આવક વેરા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ચુંટણી પરની ફરજના આદેશો આવી ચુકયા છે.
ચુંટણી દરમિયાન રોકડની હેરફેર પણ પ્રતિબંધ લાદવા આઈટી વિભાગ એકશનમાં આવી ગયું છે. આઈટીના કમિશનર, ડે.કમિશનર સહિતના સ્ટાફને એરપોર્ટ, રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ સહિત હાઈવે પર ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓ પોલીસ અને સરકારી તંત્ર સાથે સલગ્ન થઈ કેશની હેરાફેરી પર વોચ રાખશે.
તાજેતરમાં રજૂ થયેલા આ પરીપત્રમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, વાપીના અધિકારીઓની ફરજ દશર્વિવામાં આવી છે. જેમાં પંકજ શ્રીવાસ્તવને રાજ્યના નવ જિલ્લામાં આ કામગીરી બજાવવાની રહેશે.

print

Comments

comments

VOTING POLL