ચૂંટણી બંદોબસ્ત માટે 37 બીએસએફની ટૂકડી આવી પહાેંચી

December 7, 2017 at 2:50 pm


વિધાનસભાની ચુંટણી શાંતીપુર્વક સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડાએ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે જેમાં 37 અર્ધસરકારી દળની ટુકડી તેમજ 9 ડીવાયએસપી, 15 પીઆઇ, 28 પીએસઆઇ અને 2350 પોલીસ જવાનો તથા 2500 હોમગાર્ડ ફરજ બજાવશે.

આગામી 9મી તારીખે યોજાનારી વિધાનસભાની ચુંટણીના મતદાનમાં કોઇ અનીચ્છનીય બનાવ બને નહી બંને મતદાન શાંતીપુર્વક અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા પીએલ માલએ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ભાવનગર શહેર જિલ્લાની સાત વિધાનસભાની બેઠક માટે જિલ્લા પોલીસ વડાએ 37 અર્ધસરકારી દળની કંપનીઆે બંદોબસ્તમાં ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત 9 ડીવાયએસપી 15 પોલીસ ઇન્સ્પેકટરો અને 25 પોલીસ સબ ઇન્સ્પેકટરો તથા 2250 પોલીસ જવાનો અને 2500 હોમગાર્ડ જવાનો ચુંટણી દરમ્યાન ફરજ બજાવશે.
જિલ્લા પોલીસ વડાની સુચનાને લઇ એલઆઇબી દ્વારા તમામ પોલીસ મથકોને બુથ વાઇઝ બંદોબસ્તની સ્કીમ સાથેની યાદી મોકલી આપી છે જે અન્વયે પોલીસ મથક દ્વારા મતદાન મથક ઉપર અને મતદાન મથકની આજુબાજુ પેટ્રાેલીગ કરવામાં આવશે. મતદાન દરમ્યાન કોઇ અનીચ્છનીય બનાવ બને નહી તે માટે 42 વીડીયો ગ્રાફરો મતદાન દરમ્યાન વીડીયો શુટીગ કરવામાં આવશે. ભાવનગર શહેર જિલ્લામાં કુલ 23 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને 24 કલાક ચેક પોસ્ટ ઉ5ર ચેકીગ કરવામાં આવી રહયુ છે.

print

Comments

comments

VOTING POLL