ચૂંટણી માટે અપક્ષોમાં થનગનાટ: પ્રથમ દિવસે 50થી વધુ ફોર્મનો ઉપાડ

November 14, 2017 at 5:22 pm


ગુજરાત વિધાનસભાની રાજકોટ જિલ્લાની 8 બેઠકોનું જાહેરનામું આજે સવારે પ્રસિધ્ધ થતાંની સાથે જ ચૂંટણી લડવા ઈચ્છતા અપક્ષ ઉમેદવારોમાં આજે જબરો થનગનાટ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરની ચાર અને જેતપુરની એક મળી કુલ પાંચ બેઠક માટે રાજકોટમાંથી ફોર્મ ભળી રહ્યા છે અને તમામ પાંચેપાંચ સ્થળોએ આજે અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
સવારે 11 વાગ્યાથી ફોર્મનું વિતરણ શ કરાયું છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં 68-રાજકોટ (પૂર્વ)માં પાંચ, 69-રાજકોટ (પશ્ર્ચિમ)માં 23, રાજકોટ (દક્ષિણ)માં 14 અને 71-રાજકોટ (ગ્રામ્ય)માં 8 ફોર્મનો ઉપાડ થયો છે. બપોરના 3 વાગ્યા સુધીમાં વધુ ફોર્મનો ઉપાડ થાય તેમ જણાઈ રહ્યું છે.
ફોર્મ ઉપાડવાનું અને ભરાયેલા ફોર્મ પરત આપવાનું જે સ્થળે નકકી કરાયું છે તે તમામ રિટર્નિંગ ઓફિસરની કચેરી આસપાસ પોલીસ બંદોબસ્ત મુકી દેવાયો છે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL