ચૂંટણી સંબંધી ફરિયાદો માટે આજથી કંટ્રોલરૂમ

November 14, 2017 at 11:55 am


રાજયમાં આગામી માસમાં બે તબકકામા વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે આ અગાઉ રાજય ચૂંટણીપંચ દ્વારા આજથી ૧૮ ડીસેમ્બર સુધી ચૂંટણી સંબંધી ફરિયાદોના નિકાલ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામા આવનાર છે.આ અંગે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી બી.બી.સ્વૈને એક યાદીમાં જણાવ્યા મુજબ,રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ૯ અને ૧૪ ડીસેમ્બરના રોજ બે તબકકામા ચૂંટણી યોજાવા જઈ રહી છે.આ સંદર્ભમાં મળતી ફરિયાદોના ઝડપથી અને અસરકારક નિરાકરણ થાય એ હેતુથી આજથી સામાન્ય વહીવટ વિભાગ,ચૂંટણી પ્રભાગ,બ્લોક નંબર-૬, બીજા માળ,સરદાર ભવન,સચિવાલય,ગાંધીનગર ખાતે એક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે.આ કંટ્રોલરૂમ ૧૪ નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી સવારના ૧૦.૩૦ કલાકથી સાંજના ૬.૦૦ સુધી અને ૧ ડીસેમ્બરથી ૧૮ ડીસેમ્બર સુધી સવારના ૬.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે.આ કંટ્રોલરૂમ દ્વારા માત્ર ચૂંટણીલક્ષી ફરિયાદો અને રજુઆતો સ્વીકારવામા આવશે.જેના સંપર્ક નંબર-૦૭૯-૨૩૨૫૮૫૮૬ અને ૨૩૨૫૮૫૮૭ રહેશે.

print

Comments

comments

VOTING POLL