ચેક પરત ફરવાના કેસમાં ફરિયાદીને રૂા.10 હજારનો દંડ ફટકારતી કોર્ટ

April 21, 2017 at 2:49 pm


ભાવનગર શહેરમાં ચેક પાછો ફર્યા અંગેના કેસમાં અત્રેની આઠમી એડી.જયુડીશયલ કોર્ટએ ફરિયાદીને રૂા.10 હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો.
કેસની ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગરના ભરતસિંહ ટેમુભા ગોહિલનાએ અત્રેની આઠમી એડીશ્નલ જયુડીશ્યલ કોર્ટ સમક્ષ મેસર્સ મહિન્દ્ર એબ્સોરબેન્ટ કોટન વુલ ઇન્ડ.ના ભાગીદાર મહેન્દ્ર સં5ટ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી કે ર001માં સામાવાળાએ પોતાને રૂા.1 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફર્યો હતો. આ અંગેનો કેસ ચાલી જતા આઠમી એડી. જયુડીશ્યલ કોર્ટના જજ એમ.એસ.દવેએ ફરિયાદી ભરતસિંહ ટેમુભા ગોહિલને રૂા.10 હજારનો દંડ ભરવા તેમજ સામાવાળા મહેન્દ્ર સંપટને નિર્દોષ જાહેર કરવા હુકમ કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL