ચેતેશ્વર પુજારાએ કાંગારુંઓને હંફાવ્યા, શાહાની શાનદાર બેટિંગ

March 19, 2017 at 1:38 pm


ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચમાં રાજકોટના રનમશીન અને ટીમ ઈન્ડિયાની ‘ધ વોલ’ ચેતેશ્વર પુજારાએ કાંગારું બોલરોને રીતસરના હંફાવી દીધા હતાં. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ચેતેશ્વર પુજારા 181 અને રિધ્ધિમાન શાહા 76 રને રમતમાં છે. જ્યારે ભારતને 6 વિકેટના ભોગે 471 રન બનાવી લીધા છે. ભારતના 471 રન સાથે 20 રનની લીડ પણ મળવા પામી છે. એક સમયે મુશ્કેલીમાં મુકાઈ ગયેલી ટીમ ઈન્ડિયાને ચેતેશ્વર પુજારાએ ‘સંકટમોચન’ બનીને ઉગારી લીધી હતી તો તેનો બખૂબી રીતે રિધ્ધિમાન શાહાએ શાનદાર સાથ આપ્યો હતો.

print

Comments

comments

VOTING POLL