ચેનલ્સ પસંદ કરવામાં ગોથા ખાતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લાખો લોકો

January 24, 2019 at 2:30 pm


ટેલિકોમ રેગ્યુલેટરી આેથાેરિટી આેફ ઈન્ડિયા (ટ્રાઈ)એ પસંદગીની ટીવી ચેનલ્સ પસંદ કરવા અને પસંદ કરાયેલી ચેનલોનો જ ચાર્જ ચૂકવવાની નવી વ્યવસ્થાની જાહેરાત કરી દીધી છે અને આ જાહેરાત લાગુ થવાને માત્ર આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લાખો લોકોએ પોતાની પસંદગીની ચેનલોનું લિસ્ટ નહી બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ રીતે જ દેશના અંદાજે 16.50 કરોડ લોકોએ ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) અને કેબલ ગ્રાહકોએ અત્યાર સુધી ચેનલોની યાદી બનાવી જ નથી ! આ બધાની વચ્ચે ટ્રાઈએ ડીટીએચ અને કેબલ આેપરેટરો પર દબાણ લાવ્યું છે કે તેઆે ઝડપથી ગ્રાહકોને લાગુ થનારી નવી વ્યવસ્થાથી વાકેફ કરાવે.

ટ્રાઈએ ભવફક્ષક્ષયહ.tફિશ. લજ્ઞદ.શક્ષ નામની એક વેબસાઈટ લોન્ચ કરી છે જેથી ગ્રાહકોને પોતાની પસંદગીની ફ્રી ટુ એયર અને પેઈડ ચેનલોની યાદી તૈયાર કરવામાં મદદ મળી શકે. ગ્રાહક આ વેબસાઈટ પર પોતાની પસંદગીનું પેકેજ તૈયાર કરી શકે છે. આ ઉપરાંત તેમને અહી શ્રેષ્ઠ વિકલ્પનું પણ સુચન કરવામાં આવે છે.
જોકે હજુ સુધી આ વેબસાઈટ પર પેકેજ ખરીદવાની વ્યવસ્થા અપાઈ નથી.ટ્રાઈએ ગ્રાહકોને 31 જાન્યુઆરી પહેલાં પોતાની પસંદગીની ચેનલ્સની પસંદગી કરી લેવા કહ્યું છે કેમ કે નવી સિસ્ટમ 1 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહી છે. ટ્રાઈના એક અધિકારીએ જણાવ્યું કે અમે એવી વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ કે જ્યાં ગ્રાહક આ વેબસાઈટ મારફતે જ પસંદગીનું પેકેજ તૈયાર કરે અને તેનો આેર્ડર પણ આ જ વેબસાઈટથી પોતાના કેબલ અથવા ડીટીએચ આેપરેટરને આપી શકે.

ટ્રાઈને આશા છે કે 31 જાન્યુઆરી સુધીમાં પેકેજ તૈયાર કરી ખરીદવાની પÙતિમાં ઝડપ આવશે. ટ્રાઈના સલાહકાર અરવિંદકુમારના જણાવ્યા મુજબ પ્રયાસ કરાઈ રહ્યાે છે કે 31 જાન્યુઆરી સુધીમાં વધુમાં વધુ લોકો પેકેજ ખરીદી લે પરંતુ જે લોકો છૂટી જશે તેમને બ્લેકઆઉટ કરવામાં નહી આવે મતલબ કે તેમના ટીવી બંધ નહી થાય. તેમણે કહ્યું કે જે લોકો નવી વ્યવસ્થા નહી અપાવે તેમના સવિર્સ પ્રાેવાઈડર તેમને 100 ફ્રી ટુ એર ચેનલનું પેકેજ સ્વતઃ આપી શકે છે. આ માટે ગ્રાહકોએ જીએસટીની સાથે 154.50 રૂપિયા ચૂકવવાના રહેશે. ગ્રાહકોની મદદ માટે ટ્રાઈનો ટોલ ફ્રી નંબર 01206898689 પણ કાર્યરત કરી દેવાયો છે.

1 ફેબ્રુઆરીથી ટ્રાઈનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યાે છે. આ નિયમ અનુસાર હવે ડીટીએચના ઉપયોગથી ટીવી જોનારા લોકોએ ચેનલ્સ અનુસાર જ રિચાર્જ કરાવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે અનેક ટીવી ચેનલ્સ ફ્રી ટુ એર છે જેને જોવા માટે કોઈ પૈસા આપવાના રહેશો નહી. ધ્યાન રાખવાની વાત એ છે કે જો તમારી પાસે માત્ર ફ્રી ટુ એર ચેનલ છે તો કમ સે કમ 153 રૂપિયા તો ચૂકવવા જ પડશે. આ રકમ ડીટીએચ સવિર્સ પ્લેટફોર્મની ફી છે.

ટ્રાઈના ચેરમેન આર.એસ. શમાર્એ કહ્યું કે ડીટીએચ અને કેબલ કનેક્શનનું માસિક બિલ નિશ્ચિત રીતે આેછું થશે. ગ્રાહક એ જ ચેનલોને ખરીદે જેને તેઆે નિયમિત જુએ છે અને ફાલતું ચેનલોને હટાવી નાખે. ટ્રાઈના સેક્રેટરી એસ.કે. ગુપ્તાએ કહ્યું કે સામાન્ય રીતે એક પરિવારમાં વધુમાં વધુ 30થી 40 ચેનલ જોવાતી હોય છે એટલા માટે તેઆે એ જ ચેનલની પસંદગી કરશે જેથી તેમના બિલમાં પણ ઘટાડો આવશે.

કઈ કઈ ચેનલ ફ્રી જોઈ શકાશે
* એબીપી ન્યુઝ * અલઝઝીરા * આસ્થા નેટવર્કની અરિહંત અને હિસ્ટ્રી *9 એક્સ ગ્રુપની મ્યુઝિક ચેનલ્સ * સોની ગ્રુપની ભિક્તસાગર, સંસ્કાર, અધ્યાત્મ જેવી ધામિર્ક કાર્યક્રમોવાળી ચેનલ્સ * ન્યુઝ-18 ઉત્તરપ્રદેશ * ન્યુઝ નેશન * ફેશન ટીવી * સહારા વન * દબંગ * ઈન્ડિયા ન્યુઝ * ઈન્ડિયા ટીવી * દંગલ * એન્ટર-10 * યુટીવી મૂવીઝ * ઈ 24 * બી4યુ મૂવીઝ અને બી4યુ મ્યુઝિક * મૂવીઝ હાઉસ

આ ચેનલોના ચૂકવવા પડશે પૈસા
* ટાઈમ્સ નાઉ * ઈટી નાઉ * ઝૂમ * મિરર નાઉ * સીરિયલ્સ, રમતના શોખીનો માટે સ્ટાર ઈન્ડિયાની ચેનલ્સ સ્ટાર સ્પોર્ટસ, સેટ મેક્સથી લઈને સબ ટીવી સુધીની ચેનલ્સ * બાળકો માટેની ડીઝની ચેનલ્સ * ઝીની ન્યુઝથી લઈને એન્ટરટેઈન્મેન્ટ સુધીની અનેક ચેનલ્સ * ઈ-ટીવી * ડિસ્કવરી * હિન્દી અને અંગ્રેજી ન્યુઝ ચેનલો ઉપરાંત ટીવી-18 ગ્રુપની અનેક પ્રખ્યાત ચેનલો માટે પૈસા ચૂકવવા પડશે

ટાટા સ્કાઈને ‘ટ્રાઈ’ની ચેતવણી
ટાટા સ્કાઈના ગ્રાહકો તરફથી વારંવારની ફરિયાદો મýયા બાદ ટ્રાઈએ તેના ગ્રાહકોને તુરંત પેકેજથી વાકેફ કરાવવા અને સવિર્સમાં સુધારો કરવા માટે ચેતવણી આપી દીધી છે અને જો આમ નહી થાય તો કડક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા છે.

print

Comments

comments

VOTING POLL