ચેમ્બરની ચૂંટણીમાં પ્રચાર શરૂઃ 35 ઉમેદવારે, 4581 મતદારો

January 12, 2019 at 3:27 pm


રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની 65 વર્ષ જૂની પ્રતિિષ્ઠત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં આગામી તા.16-1-2019ના રોજ ઈતિહાસમાં સર્વપ્રથમવાર મધ્યસત્રીય ચૂંટણી યોજાનાર છે જેમાં વી.પી.વૈષ્ણવની ‘વાઈબ્રન્ટ પેનલ’ના 24 ઉમેદવારો અને તેમના વિરુÙ સમીર શાહ અને રાજુ જુંજાની ‘મહાજન પેનલ’ વચ્ચે ટક્કર થનાર છે. દરમિયાન આજથી બન્ને પેનલોએ પૂરજોશમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે અને માર્કેટ યાર્ડ, દાણાપીઠ, સોની બજાર વિગેરે મુખ્ય બજાર વિસ્તારોમાં તેમજ આૈદ્યાેગિક વસાહતોમાં મતદારોને રૂબરૂ મળવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં ચેમ્બરની ચૂંટણી કમિટીના ચેરમેન હિતેશ બગડાઈએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મતદાર યાદીની ચેમ્બર આેફ કોમર્સના કાર્યાલયના નોટિસ બોર્ડ પર પ્રસિિÙ કરી દેવામાં આવી છે. તદ્ઉપરાંત દરેક ઉમેદવારને મતદાર યાદીની નકલ આપી દેવામાં આવી છે. વાઈબ્રન્ટ પેનલના 24 ઉમેદવારો અને મહાજન પેનલના 11 ઉમેદવારો સહિત કુલ 35 ઉમેદવારો અને તેની પેઢીના નામ સાથેના બેલેટ પેપરનું પ્રિન્ટીગ શરૂ કરવા ચૂંટણી કમિટીએ આદેશ કરી દીધો છે. તેમણે ઉમેર્યું હતું કે 4581 ઉમેદવારોના નામો સાથેની મતદાર યાદીની નકલ કોઈ સભ્ય તેનું નિશ્ચિત મૂલ્ય ચૂકવીને ચેમ્બરના કાર્યાલયેથી મેળવી શકે છે.

print

Comments

comments

VOTING POLL