ચોકલેટી બોય જિમી શેરગિલ સાથે સ્ક્રીન પર જોવા મળશે બિગ બોસની આ હોટ સ્પર્ધક

January 11, 2019 at 1:47 pm


બિગ બોસ સીઝન 9ની સ્પર્ધક અને અભિનેત્રી યુવિકા ચૌધરી ટૂંક સમયમાં જિમી શેરગિલ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશેયુવિકા ચૌધરી નવ નિર્માણ પ્રોડક્શનના બેનર નીચે બની રહેલી ફિલ્મ ‘એસ. પી. ચૌહાન-અ સ્ટ્રગલિંગ મેન’માં જિમી શેરગિલ સાથે જોવા મળશે. યુવિકાએ પોતાના કરિયરની શરૂઆત જી ટીવીના શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજ’થી કરી હતી. યુવિકાએ ‘એસ. પી. ચૌહાન-અ સ્ટ્રગલિંગ મેન’ ફિલ્મનું પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યું છે. ફિલ્મનું નિર્માણ મયંક રાઘવ, દીપ્તિ રાઘવ અને શિવાની ચૌહાણના બેનર નવ નિર્માણ પ્રોડક્શનમાં કરવામાં આવી રહ્યું છે. તેનું ડાયરેક્શન મનોજ ઝા કરી રહ્યા છે.– આ ફિલ્મમાં જિમી એસ પી ચૌહાણની ભૂમિકામાં છે. યુવિકા જિમીની પત્નીના રોલમાં છે. આ ફિલ્મમાં યુવિકાનો સિમ્પલ લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.ત્યારે આ ફિલ્મ કયારે સિનેમાઘરોમાં લાગશે તે જોવાનું રહેશે.

print

Comments

comments

VOTING POLL