ચોટીલાના પીપરાળી ગામે રેતીચોરીના ગુનામાં પાંચ શખસોની ધરપકડ

October 12, 2017 at 12:31 pm


ચોટીલાતાલુકાનાં પીપરાળી ગામમાં તાજેતરમાં રેતીચોરીનો પદર્ફિાસ કરવામાં આવ્યો હતો. જે કેસનાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રેતી ચોરીના કારસ્તાનનું પગેરૂ શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પીપરાળી ગામની નદીમાં રેતીની ચોરી કરવામાં આવતી હોવાની હકિકત મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી કુલ રૂ. 13 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. ગુનામાં નાસી છૂટેલા આરોપીઓને પકડવા પોલીસે ઘોસ વધારતા ગેલાભાઇ દેવાભાઇ રે. ચાણપા, મુળજીભાઇ ડાહ્યાભાઈ, જીલુભાઇ બોઘાભાઇ ભરવાડ રે. બન્ને સોમલપુર તા. જસદણ, અને રાણીંગભાઇ વસ્તુભાઇ ધાધલ રે. પીપરાળી વાળા પોલીસ મથકે હાજર થયા હતાં. પોલીસે તમામની ધરપકડ કરી હતી .આ બનાવ અંગે તપાસનીશ કે. કે. કરોતરાએ જણાવ્યું કે આરોપીઓ દ્વારા કેટલી રેતી ચોરી કરી છે તેની તપાસ કરવા ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવશે.આ કારસ્તાનમાં બીજા કોણ સંડોવાયેલા છે તેની પણ કડીબધ્ધ વિગતો મેળવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL