ચોટીલા તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માગ

April 21, 2017 at 12:42 pm


ચોટીલા તાલુકા કોંગ્રેસ દ્વારા ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારને ચોટીલા તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે આવેદન પાઠવી 10 દિવસનું અલ્ટીમેટમ આપેલ છે તેમજ ચાલુ સરકાર સામે બળાપો કાઢી તાલુકાની વાસ્તવિકતાનો ચિતાર જોવાની અપિલ કરેલ હતી.
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, તાલુકાના આંબાભાઈ પટેલ, જિલ્લા આગેવાન રાઘવભાઈ મેટાળિયા, કલ્પ્નાબેન મકવણા, ત્વીકભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ રવુભાઈ ખાચર, ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણ, દેવકરણ જોગરાણા સહિતના આગેવાનો અને કાર્યકતર્િ જોડાયેલ હતા.

ચોટીલા તાલુકાના છ ગામોને રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરાયા છે પરંતુ તાલુકાના મોટા ભાગમાં ગામડાઓની સ્થિતી ખુબજ વિકટ છે. ઠેર-ઠેર પિવાના પાણી અને ઘાસચારાની સમસ્યાઓ છે લોકો દુષ્કાળની માગ સાથે રેલીઓ કાઢે છે પરંતુ માત્ર છ ગામોને અછતનો લાભ મળવા તાલુકામાં પ્રજામાં રોષ વ્યાપેલ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આવેદનમાં જણાવાયુ છે.
છેલ્લા ત્રણેક વર્ષથી અપુરતા વરસાદને કારણે આ પંથકની સ્થિતિ અતિ ગંભીર બની ગયેલ છે. લોકો પાણી-ઘાસચારો અને રોજગારી માટે કાળઝાળ ગરમીમાં વલખા મારી રહેલ છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતો દેવાના બોજા તળે દબાય ગયેલ છે. આવા ખેડૂતો આત્હત્યા કરી રહ્યા છે. લોકોને આ પંથકમાં કામ નહીં મળતા હીજરત કરી રહ્યા છે.કપરા સમયે પ્રજાની સાથે રહેવાને બદલે ભાજપ સરકાર ઉત્સવ અને તાયફાઓ પાછળ કરોડોનો ધુમાડો કરી રહી છે. તાલુકાની વિકટ સ્થિતીથી સરકારને વાકેફ કરવાને બદલે નિભરતંત્ર ભ્રષ્ટ અને ઠાલા વચનો આપ્નારી સરકારી કઠપુતલી બની ગયેલ છે. ખેતી માટે નર્મદાના નીરથી તાલુકાને વંચીત રાખનાર ભાજપ્ની સરકારે આપણા તાલુકા સાથે હળાહળ અન્યાય કર્યો છે ત્યારે તાલુકા દરેક ગામડાને સંપુર્ણ અછતગ્રસ્ત જાહેર કરવા, પીવાના પાણીની તાત્કાલીક વ્યવસ્થા અને કાયમી ઉકેલ માટે લાંબાગાળાની યોજના જાહેર કરવી, કેટલકેમ્પ ચાલુ કરવા, તાત્કાલીક રાહતકામ શ કરવા, આગામી ખરીફ પાકોના બિયારણ, દવા માટે તગાવી લોન આપવી, યુપીની સરકાર જેમ બે ધિરાણ માફ કરવા, નિષ્ફળ ગયેલ પાક માટે પાક વિમો જાહેર કરવો.જો માગ દિવસ દશમાં નહીં સ્વીકારાય તો 1મે ગુજરાતના સ્થાપ્ના દિવસથી તાલુકાના વિશાળ સંખ્યામાં લોકો સાથે આમરણાંત ઉપવાસ કરવામાં આવશે તેમ જણાવેલ છે.

print

Comments

comments

VOTING POLL