ચોટીલા મોબાઇલ તફડંચીમં મહિલા ગેંગ હોવાની આશંક

February 2, 2018 at 12:04 pm


ચોટીલાના ચામુંડામાંના મંદિરની ડુંગર, તળેટીમાં પુનમનાં દિવસે યાત્રાળુઆેની સંખ્યા વધુ હતી. આથી યાત્રાળુઆેના મોબાઇલ ચોરી થયાના બનાવયો બન્યા હતા. આ મોબાઇલ તફડચીનાં બનતા બનાવની બૂમરાણ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જેમાં ટ્રસ્ટના કેમેરામાં મહિલાઆે દેખાતા કેટલાક શકમંદોની ભાળ મેળવવા ચક્રાે ગતિમાન કર્યા છે.

ચોટીલાના સુપ્રસિધ્ધ ચામુંડામાંના મંદિરે બુધવારના પુનમ હોવાથી ભક્તો મોટી સંખ્યામાં માંના દર્શન કરવા ઉમટéા હતા. આ તકનો લાભ લઇ મોબાઇલ ચોર ટોળીકી સક્રીય થઇ હતી. જેમાં દર્શને આવેલ અનેક યાત્રિકોની મોબાઈલ ચોરી થયા હતા. આ બનાવ અંગે યાત્રાળુઆેએ જાણ કરતા ચોટીલા પોલીસે આવી ગેંગનાં સગડ મેળવવા ડુંગર અને આસપાસની હોટેલોનાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરેલ હતી. જેમાં પોલીસને ડુંગરનાં માતાજીની પ્રતિમા વાળા મેઇન હોલનાં કેમેરામાં ભીડમાં એક મહિલા યાત્રિકને સિફતપૂર્વક ઘેરી ગળામાં રહેલ મંગલસુત્ર કાપી ઉઠાંતરી કરતી મહિલા ગેંગ મળી આવતા પોલીસ ચાેંકી ઉઠેલ હતી. ચોટીલા ટ્રસ્ટના કેમેરામાં કેદ થયેલ આ ગેંગ અને તેના સાગરીતોની હાલ ખાનગી રાહે શોધ ચલાવાઇ રહેલ છે. ચોટીલા પોલીસ દ્વારા તળેટી ડુંગર આસપાસ બનેલ આવા બનાવોને લઇને સતર્ક બનતા આવા ગુનાઆેનો ભેદ ઉકેલાશે તેવી આશા સેવાઈ રહી છે.

print

Comments

comments

VOTING POLL