ચોટીલા-સાયલા હાઇવે ઉપર કાર ડિવાઇડર ક્રાેસ કરી સામે આવતા ટ્રક સાથે ટકરાતા બેનાં મોત

August 27, 2018 at 11:40 am


રક્ષાબંધનની 26મી નાં રાત્રે ચોટીલા સાયલા હાઇવે ઉપર સાંગાણી ગામ પાસે તાવેરા કાર ટ્રક સાથે ધડાકાભેર ટકરાતા રાજકોટનાં બે વ્યિક્તનાં મોત નિપજ્યા છે

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ થી રાજકોટ તરફ આવી રહેલ તાવેરા કારે રાત્રીનાં દોઢ વાગ્યાના અરસામાં સાંગાણી નજીક કૃષિ સંસોધન કેન્દ્ર પાસ કરતા કોઇ અગમ્ય કારણોસર પોતાની રોડ સાઇડ નું ડીવાઇડર ઠેકી સામેની સાઇડ થી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા નજીકમાં આવેલ હોટલ અને પંમ્પ ઉપર રહેલા લોકો દોડી આવેલ અને બચાવ કામગીરી હાથ ધરેલ કારમાં બે વ્યિક્ત જ હતા જેઆેને ગંભીર ઇજાઆે પોહચતા 108 ને જાણ કરતા બંને ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલમાં ખસેડતા ડોકટરે રાજકોટ રૈયા ચોકડી નજીક રહેતા કિરીટભાઇ મોહનભાઇ પારેખ ને મૃત્યુ પામેલ જાહેર કરેલ તેમની સાથે રહેલ તેમના મિત્ર કસ્ટમ વિભાગનાં નિવૃત પીઆઇ એચ કે વસાવડાને ગંભીર ઇજા હોવાથી પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરેલ જ્યાં તેઆેનું પણ મોત નિપજેલ છે

મૃતક બંને મિત્રો હતા અને કામ સબબ મંગળવારનાં છોટા ઉદેપુર તરફ ગયેલ અને પરત ધરે આવી રહેલ મૃતક કિરીટભાઇ નો પુત્ર આર બી એલ બેન્કમાં ફરજ બજાવે છે અને રક્ષાબંધન હોવાથી તેમનાં બેન તહેવાર કરવા ઘરે આવેલ અને પપ્પા આવે તેની રાહ જોતા હતા ત્યાં મોડી રાત્રે દુર્ઘટના ધટતા બંન્ને પરીવારમાં શોકનો માહોલ છવાયેલ છે

અકસ્માતની જાણ થતા બીટ જમાદાર દેવાભાઇ રબારી, દિપકભાઇ વાધેલા ધટના સ્થળે દોડી જઇ તપાસ કરતા મળી આઇ કાર્ડ ઉપર થી આેળખ મેળવી રાજકોટ પોલીસની મદદ થકી ભોગ બનનારનાં પરીવારને અકસ્માતની જાણ કરેલ હતી અને વહેલી સવારે પારેખ પરીવાર ચોટીલા દોડી આવેલ હતો

બે માનવ જીંદગીનો ભોગ લેનાર કારની પાછળ પાછળ સ્ટેટ પ્રેસિડન્ટ ગુજરાત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ નિયંત્રક સંગઠન નો રેડીયમ પટ્ટાે મારેલ છે તેમજ કારના આગળનાં બંન્ને ટાયર અને પાછળનું એક મળી ત્રણ ટાયર ફાટી ગયેલ છે જેથી ટાયર ફાટવાથી કાર પરનો કાબુ ગુમાવતા આ દુર્ઘટના ઘટેલ હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવાયુ છે

print

Comments

comments

VOTING POLL