ચોમાસાની આંદામાનમાં એન્ટ્રીઃ ગુજરાતમાં15 જૂન આસપાસ મેઘરાજા પધારશે

May 26, 2018 at 10:39 am


ઉનાળાની કાળાઝાળ ગરમીથી ત્રાસી ગયેલા લોકો માટે આનંદના સમાચાર છે કે લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાએ દક્ષિણ આંદામાનમાં દસ્તક દીધી છે. આંદામાન બાદ હવે બહુ જલદી તે કેરળમાં પ્રવેશ કરવાનું છે. કેરળમાં દાખલ થવાના થોડા કલાકોમાં જ કાેંકણ માર્ગે તે મુંબઈ સહિત સંપૂણ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની માહિતી હવામાન ખાતાએ આપી છે.

કેન્દ્ર સરકારના ઈન્ડિયન મેટ્રાેલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના નેશનલ વેધર ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે નૈઋત્યના ચોમાસાએ આંદામાનમાં એન્ટ્રી લઈ લીધી છે અને આજે કેરળમાં પણ પ્રવેશી ચૂકી છે. લક્ષદ્ધિપ અને કેરલના અમુક વિસ્તારો ઉપરાંત સબ હિમાલયા, વેસ્ટ પશ્ચિમ બંગાળ, સિિક્કમ, અરૂણાચલ, આંદામાન, નિકોબાર ટાપુઆે અને કણાર્ટકના દરિયાકાંઠાના અંદરના વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

ચોમાસુ સક્રિય થતાં જ દરિયામાં કરંટ જોવા મળી રહ્યાે છે અને લક્ષÜીપ, કેરાલા, ગુજરાત, દક્ષિણ તામિલનાડુ, કણાર્ટકા, મહારાષ્ટ્ર, ગોવા, આેડીસા, પશ્ચિમ બંગાળ, આંદામાન-નિકોબાર ટાપુના દરિયામાં 3થી 3.6 મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

મેટ્રાેલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગઈકાલે આંદામાન-નિકોબાર ટાપુઆે પર અને આજે કેરળમાં વરસાદે એન્ટ્રી લઈ લીધી છે અને ક્રમશઃ દેશના અન્ય ભાગોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં જૂન માસની 15 તારીખ આસપાસ મેઘરાજા એન્ટ્રી લે તેવું જણાઈ રહ્યું છે.

ચોમાસુ આંદામાનમાં દાખલ થયા બાદ કેરળમાં દાખલ થતું હોય છે, ત્યારબાદ દેશના અન્ય ભાગમાં તેનું આગમન થતું હોય છે. હવામાન ખાતાએ 24થી 48 કલાકમાં ચોમાસું આંદામાનમાં દાખલ થશે એવી આગાહી કરી હતી તે મુજબ શુક્રવારે દક્ષિણ આંદામાનમાં ચોમાસાએ હાજરી પુરાવી હતી. આગામી કલાકોમાં તે કેરળ તરફ વધશે અને ત્યારબાદ કાેંકણમાર્ગે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. જોકે, આ વર્ષે ચોમાસુ જલદી બેસવાની આગાહી કરવામાં આવી હતી તે મુજબ ચોમાસુ જલદી આવી પહાેંચ્યું હોઈ કેરળ બાદ સમગ્ર ભારતમાં ચોમાસાનું આગમન જલદી થવાની શકયતાને કારણે આતૂરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતવર્ગમાં રાહત થશે. આ વર્ષે ચોમાસા માટે અનુકૂળ વાતાવરણ હોવાનું અનુમાન હવામાન ખાતાએ કર્યું છે, પરંતુ મુંબઈમાં કઈ તારીખ સુધીમાં ચોમાસાનું આગમન થશે તે બાબતે હવામાન ખાતાએ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બંગાળના ઉપસાગરના વિસ્તાર સહિત દક્ષિણ આંદામાન અને નિકોબાર બેટ પરિસરમાં ચોમાસુ બેસી ગયું છે. ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ છે, તેથી આગામી 48 કલાકમાં તે દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ બેટ પરિસર તેમ જ બંગાળના ઉપસાગર પરિસર, આંદામાન અને નિકોબારમાં હાજરી પૂરાવશે એવો અંદાજ છે. તેમ જ ત્યારબાદ તે દક્ષિણ અરબી સમુદ્ર સહિત કેરળ અને તમિળનાડુના દક્ષિણ ભાગમાં દાખલ થાય એવી શકયતા છે. કેરળમાં હાજરી પુરાવ્યા બાદ ચોમાસુ કાેંકણમાર્ગે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ગયા વર્ષે કેરળમાં ચોમાસુ દાખલ થયા બાદ મહારાષ્ટ્રમાં બે થી ત્રણ જૂનના મોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL