ચોરાઉ છકડો રિક્ષા સાથે બે શખસોને ઝડપી લેતી માલવિયાનગર પોલીસ

January 12, 2019 at 3:48 pm


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશનર સિધ્ધાથર્ ખત્રીની સુચના તેમજ નાયબ પો.કમી. ઝોન-2 મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પો.કમી.દક્ષીણ વિભાગના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે દોઢેક વર્ષ પહેલા માલવીયાનગર પો.સ્ટે વિસ્તરમાં ચોરી થયેલ છકડો રીક્ષા નં. જીજે-03બીયુ-1983 વાળો ચોરાયા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનો પો.સબ.ઇન્સ. યુ.બી.જોગરાણાની બાતમી આધારે આ ચોરીના છકડો નંબર પ્લેટ વગર લઇને નીકળતા પોકેટ કેપ એપલીકેશનમાં એન્જીન નંબર નાખી સર્ચ કરી ઉપરોકત ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે અને આ ચોરીના છકડા સાથે ધર્મેશ ઉર્ફે ધમો રાજુભાઇ સોલંકી (ઉ.વ.25 રહે. નવલનગર શેરી નં.3ના છેડે, કૃપાલ ઉર્ફે ગોપાલ નારણદાસ પુÎયવૈરાગી (ઉ.વ.24 રહે.જનકપુરી આશ્રમ પાસે).પો.ઇન્સ. એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. યુ.બી.જોગરાણા તથા પો.હેડ.કોન્સ. રાહીદભાઇ સમા, પો.કોન્સ ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, અરૂણભાઇ ચાવડા સહિતના સ્ટાફે ઝડપી લીધો હતો.

print

Comments

comments

VOTING POLL