છત્તીસગઢનાં સુકમામાં નકસલીઓ ત્રાટકયા: ઈછઙઋનાં ૯ જવાનો શહીદ

March 13, 2018 at 4:07 pm


છતીસગઢ જેવા રાયમાં નકસલવાદને કાબુમાં લીધો હોવાના દાવા વચ્ચે આજે અર્ધલશ્કરી દળોના જવાનોની ટુકડીને વધુ એક વખત નિશાન બનાવવામાં આવી છે. સુકમા જિલ્લાના કિસ્તારામ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી સીઆરપીએફની ૨૧૨ બટાલીયનની ટુકડી ઉપર નકલસલવાદીઓએ હુમલો કર્યેા હતો અને બાદમાં આઈઈડી બ્લાસ્ટ કર્યેા હતો. આ ઘટનામાં ૯ જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે ૬ને ઈજા પહોંચી હતી. આ ૬ ઈજાગ્રસ્ત પૈકી ૪ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

ગત એપ્રિલ ૨૦૧૭માં સુકમા જિલ્લામાં જ નકસલવાદીઓએ જવાનો ઉપર હુમલો કરી ૨૫ની હત્યા કરી નાખી હતી. આ ઘટના પછી આજે બીજો મોટો હત્યાકાંડ થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કિસ્તારામ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી જવાનોની ટુકડી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ બારૂદી સુરગં ફોડવામાં આવી હતી. બે કલાકથી વધુ સમય સુધી ગોળીબાર થયો હતો અને તેમાં ૮ જવાનો શહીદ થયા હતા.

આ ઘટના બન્યા પછી સીઆરપીએફની વધુ ટુકડીઓને રવાના કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL