છત્તીસગઢમાં 7 નકસલીને ઠાર મારતી સેના

December 7, 2017 at 11:11 am


નકસલવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ગઈકાલે સવારે એક અથડામણમાં સેનાએ સાત નકસલીઓને ઠાર માયર્િ હતાં જેમાં પાંચ મહિલાનો સમાવેશ થતો હતો. અથડામણ છત્તીસગઢની સીમા પર મહારાષ્ટ્રના ગઢચિરોલીના કલ્લેડ જંગલમાં થઈ હતી. ઘટનાસ્થળેથી નકસલીઓની લાશ સાથે અત્યાધુનિક હથિયાર અને વિસ્ફોટક મળી આવ્યા છે. જો કે માયર્િ ગયેલા નકસલીઓની ઓળખ થઈ શકી નથી.
એસપી ગઢચિરોલી ડો.અભિનવ દેશમુખે ઘટનાની સ્પષ્ટતા કરતાં કહ્યું કે અત્યારે નકસલીઓનું પીએલજીએ (પીપલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી) સપ્તાહ ચાલી રહ્યું છે. ગુપ્ત એકમો તરફથી ઈનપુટ મળ્યા હતા કે સિરોંચા તાલુકાના ઝિંગાનુર પોલીસ સ્ટેશનની હદમાં કલ્લેડના જંગલમાં નકસલીઓ કેમ્પ કરી રહ્યા છે. અનેક મોટા નકસલી નેતાઓના તેમાં આવવાની સંભાવના હતી. જેના પગલે ગઈકાલે સવારે સી-60 કમાન્ડોઝ, સીઆરપીએફ અને અન્ય દળની સંયુક્ત ટીમો રવાના થઈ હતી. આમાં છત્તીસગઢના અર્ધસૈનિક દળે પણ સહયોગ આપ્યો હતો. સવારે 5:30 વાગ્યે કલ્લેડના જંગલમાં પહોંચતાની સાથે નકસલીઓએ ફોર્સને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કમાન્ડર મોતીરામના નેતૃત્વમાં જવાનોએ નકસલીઓને ઘૂંટણીયે પાડી દીધા હતાં. કલાકો સુધી બન્ને વચ્ચે સામસામા ફાયરિંગ થયા બાદ નકસલીઓ મેદાન છોડીને ભાગી ગયા હતા. આ દરમિયાન સાત નકસલી માયર્િ ગયા હતાં.

print

Comments

comments

VOTING POLL