છાશ સાથે મધ પીવાથી મળશે આટલા ફાયદા

March 16, 2017 at 7:30 pm


છાશ અને મધને અલગ-અલગ યુઝ કરવાના ફાયદા તો બધાં જાણતાં હશે. રોજિંદી ડાયટમાં છાશ અને મધને લેવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય ફાયદા મળે છે. પણ શું તમે જાણો છો કે આ બન્ને વસ્તુને એકસાથે મિક્ષ કરીને લેવામાં આવે તો શરીર પર ગજબની અસર થાય છે. જી હાં, 1 ગ્લાસ છાશમાં 1 ચમચી મધ મિક્ષ કરીને પીવાથી આ બન્ને વસ્તુઓના ફાયદા ડબલ થઈ જાય છે.

છાશમાં ઘણાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને રીબોફ્લેવિન હોય છે. સાથે જ મધમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટી હોય છે. જેથી આ બન્ને વસ્તુ સાથે લેવાથી તે દવાનું કામ કરે છે અને કેટલીક પ્રોબ્લેમ્સથી પણ બચાવે છે.

આ બન્ને વસ્તુ સાથે લેવાથી શરીરમાં સ્ફૂર્તિ જણાય છે અને થાક દૂર થાય છે. આ ઉપરાંત બોડીના મસલ્સ રિલેક્સ થાય છે અને બોડી પેઈન દૂર થાય છે. આ ડ્રિન્ક પીવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરમાં કેલેરીનું પ્રમાણ જળવાય રહે છે અને વજન ઘટે છે. સાથે પાચન શક્તિ વધે છે અને ત્વચા પર ગ્લો વધે છે.

print

Comments

comments

VOTING POLL