છૂટાછેડાના કાગળ પર સહી કરાવી શિક્ષિકા પર પતિ દ્વારા દુષ્કર્મ

October 19, 2017 at 1:13 pm


પોપટપરા પાછળ રેલનગરમાં રહેતા દંપતિના લગ્નજીવનમાં ભંગાણ અંગે છેલ્લા ચાર વર્ષથી પોલીસને મુંઝવતા અત્યંત જટીલ કેસમાં છેવટે શિક્ષિકા પત્ની દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે તેના પતિ વિધ્ધ દુષ્કર્મ, વિશ્ર્વાસઘાત અને છેતરપીંડીના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે. છુટાછેડા માટે કોર્ટ મારફતે પત્નીને નોટીસ આપ્નાર પતિએ સમાધાનના બહાને છુટાછેડાના કાગળ પર ચતુરાઈ પુર્વક સહીઓ કરાવી પત્નીને છેતરી લીધી હતી. ત્યારબાદ સતત નવ માસ સુધી તેને પત્ની તરીકે રાખી હવસ સંતોષી હોવાનો ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે.
આ બનાવ વિશે રાજકોટના ત્રંબા ખાતે રહેતી 27 વર્ષિય મહિલાએ પોપટપરા પાછળ રેલનગર શેરી નં.1માં રહેતા કલ્પેશપરી હસમુખપરી ગોસ્વામી વિધ્ધ ગઈકાલે સાંજે મહિલા પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે. મહિલાના પિતાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2009માં તેની દીકરીના લગ્ન કલ્પેશપરી સાથે થયા ત્યારે તે ધોળકીયા સ્કુલમાં વાન ચલાવતો હતો. હાલ શું ધંધો કરે છે તે ખબર નથી. વર્ષ 2013માં પરિણીતાના મોટાબાપુનો પુત્ર ગુજરી જતાં તેના માવતર તેને વતન ત્રંબા ગામે લઈ ગયા હતાં. એ જ દિવસથી બન્નેના લગ્ન જીવનમાં ભંગાણ શ થયું હતું. પતિએ ઉશ્કેરાઈને કહી દીધું હતું કે, પત્નીને મોકલવી હોય તો અત્યારે જ મોકલો નહીં તો છુટાછેડા આપો. છુટાછેડા એમ ન મળે. કોર્ટની મદદ લેવી પડે સસરાએ એવો જવાબ આપતા જમાઈ કલ્પેશપરી ચાલ્યો ગયો હતો અને બાદમાં કોર્ટમાં છુટાછેડાનો દાવો કરી તેણે સીધી નોટીસ મોકલાવી હતી. થોડો સમય ચાલેલી આ કાર્યવાહી દરમિયાન એ જ વર્ષે કલ્પેશપરી પત્નીને સમાધાનના બહાને ઘરે લઈ ગયો હતો અને તા.23-9-13ના રોજ સમાધાનના બહાને સ્ટેમ્પ પેપર પર પત્નીની સહી લઈ લીધી હતી. જુલાઈ-2014માં મામાના પુત્ર સાથે મળી કલ્પેશપરી પત્નીને તેના માવતરે મુકવા ગયો હતો. પરત જતી વખતે તેણે પત્નીને બહાર બોલાવી જે કાગળ પર સહી લીધી હતી તે સમાધાનના નહીં પરંતુ છુટાછેડાના હતાં, આપણા છુટાછેડા થઈ ગયા, તારા પિતાને કહેજે કરિયાવર લઈ જાય એમ કહીને ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદપે અરજી કરી હતી પરંતુ પોલીસમાં વિધીવત ગુનો દાખલ થયો ન હતો. તત્કાલીન સીપી મોહન ઝાને રાવ કરવામાં આવતા વર્ષ 2015માં 498-ક મુજબ ગુનો દાખલ થયો હતો પરંતુ છેતરપીંડીનો ગુનો લેવામાં આવ્યો ન હતો. તે સમયે ફરજ બજાવતા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીએ આ પ્રકરણમાં ચિટીંગ થયાનો અભિપ્રાય પણ આપ્યો હતો.
ત્યારબાદ શિક્ષિકાએ આ મામલે છેતરપીંડીની ફરિયાદ નોંધવા માટે સતત માંગણી કરી હતી. અન્ય બે ઉચ્ચ પોલીસ અધિકારીને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેમાં એકે યુવતી ભણેલી હોવાથી ઠગાઈ થઈ ન હોવાનો અભિપ્રાય આપયો હતો. અન્ય અધિકારીએ આ કેસ જુનો છે હાલના મહિલા પોલીસના પીઆઈ એમાં કાર્યવાહી કરી શકે તેવો અભિપ્રાય આપ્યો હતો.
છેવટે પીઆઈ બી.ટી.વાઢીયાએ સમગ્ર મામલે પોલીસ કમિશનરની ક્રાઈમ કોન્ફરન્સમાં આ મુદ્દો મુકયો હતો. એટલે છેવટે લાંબા સમયથી પોલીસને ગુંચવતા આ પ્રકરણમાં અંતે ચાર વર્ષ બાદ ગુનો દાખલ થયો હતો. અનુસ્નાતક થયેલી પરિણીતા હાલ શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાનું તેના નિવૃત્ત પિતાએ જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL