છૂટાછેડા લેનાર કોળી મહિલાના માસૂમ બાળકનું માધાપર પાસેથી અપહરણ

May 19, 2017 at 6:11 pm


શહેરના માધાપર ચોકડી નજીક આવેલ કોળી મહિલાના માસુમ બાળકનું અપહરણ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટના માધાપર ચોકડી નજીક રહેતી કોળી યુવતીએ છ વર્ષ પૂર્વે બાબરાના કાઠી યુવાન સાથે પ્રેમલ કર્યા હોય બાદમાં પતિ સાથે મનમેળ ન થતાં ૧૦ દિવસ પહેલા જ છુટાછેડા લઈ તેના માસુમ પુત્રને લઈ તેના માતાપિતા સાથે રહેતી હોય. ગત રાત્રીના સોડા પીવા ગયેલા તેના સાડા ત્રણ વર્ષનો માસુમ પુત્ર પરત ન ફરતા તેની શોધખોળ કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખસો વિરૂધ્ધ સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ માધાપર ચોકડી પાસે આવેલ પટેલ ચોક એપાર્ટમેન્ટમાં માતા–પિતા સાથે રહેતી મોનીકાબેન ભુપતભાઈ વાઘેલા નામની કોળી મહિલાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર દિવ્યરાજ (ઉવ.૩) ગત કાલે સાંજે સોડા પીવા ગયો હતો ત્યાર બાદ પરત નહીં ફરતા તેની માતાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એ.એમ.હેરમા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મોનીકાએ છ વર્ષ પહેલા બાબરાના ચાંપરાજવાળા સાથે પ્રેમલ કર્યા હતાં. તેને સંતાનમાં એક પુત્ર દિવ્યરાજ હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પતિ સાથે મનમેળ ન થતાં ૧૦ દિવસ પહેલા જ છુટાછેડા થયા બાદ કોર્ટના આદેશ મુજબ પુત્રને સાથે લઈ મોનીકાબેન તેમના પિતાના ઘેર માધાપર ચોકડી પાસે નાગેશ્ર્વર એપાર્ટમેન્ટમાં ૧૦૧ મકાનમાં રહેતી હોવાનું અને ઘર નજીક આવેલા ગૌતમ એપાર્ટમેન્ટમાં સજાવટ બ્યુટી પાર્લરમાં નોકરી ચાલુ કરી હોવાનું અને ગત કાલે પુત્રને લઈ નોકરીએ ગઈ હતી તે દરમ્યાન તે ગ્રાહકનું ફેસિયલનું કામ કરતી હતી તે દરમ્યાન તેના પુત્રને સોડા પીવી હોય સંચાલિકા બીનાબેને ૨૦ રૂપિયા આપતા તે સોડા પીવા ગયો હતો અને પરત ન ફરતા મોનીકાબેને અને તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ ન મળતા પોલીસને જાણ કરી હતી.

દરમિયાન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી સીસીટીવી ફુટેજ ચેક કરતા સીસીટીવી ફુટેજમાં પણ કઈં ન આવ્યું હોવાનું તેમજ સોડા પીવા જતી વેળાએ બાળકે અન્ય મહિલાના બુટ પહેરી ગયો હોય બ્યુટીપાર્લર નજીકથી એક બુટ પણ મળી આવ્યું હોવાનું તપાસમાં બહાર આવતા મોનીકાબેને કોર્ટના આદેશથી તેમના પુત્ર દિવ્યરાજને તેની સાથે લાવી હોય પૂર્વ પતિ ઉઠાવી ગયો કે અન્ય કોઈ ? તે અંગે તપાસ કરવા માંગણી કરતાં પોલીસે પુર્વ પતિ ચાપરાજ વાળાને મોબાઈલ ફોન કરતા તે તેના પુત્ર વિશે કશુ જાણતો ન હોવાનું જણાવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે

print

Comments

comments

VOTING POLL