છોકરીઓની આ બ્યુટી ટીપ્સ છોકરાઓ માટે પણ ફાયદેમંદ

December 21, 2018 at 4:04 pm


          સુંદરતા કોને પસંદ ન હોય, પછી એ છોકરો હોય કે છોકરી બંનેને આકર્ષક દેખાવાનો શોખ હોય જ…ભાગદોડ ભરેલા માહોલમાં પ્રદુષણ જાણે કે વધતું જ જઈ રહ્યું છે. એવામાં યુવતીઓ પોતાના ચેહરાને લઈને ખુબ જ વધુ સાવધાન રહે છે. પણ છોકરાઓનું શું? તેઓ તો બિંદાસ ઘૂમતા રહેતા હોય છે. પરંતુ હાલ મામલો કંઈક અલગ છે. અમુક છોકરાઓને ખીલ થવા એક મોટી સમસ્યાનાં સમાન છે જેટલું એક યુવતી માટે હોય છે. હવે છોકરાઓ પણ આ બાબતને લઈને ચિંતા કરવા લાગ્યા છે. તેઓ પણ આ કોશીસમાં લાગી રહેલા હોય છે કે છોકરીઓને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી. પરંતુ હવે છોકરાઓને ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી, કરો આ ઈલાજ અને થઈ જાઓ ટેન્શન ફ્રી.


ચેહરાને કેવી રીતે રાખશો ઓઈલ ફ્રીપ્રદુષણનાં ચાલતા આજકાલ ત્વચામાં ખુબ જ ખરાબ અસર પડવા લાગે છે. તેને લીધે ત્વચા બેજાન થવા લાગે છે. અઠવાડિયામાં બે વાર સ્ક્રબનો ઉપયોગ કરવાથી ત્વચાનાં ડેડ સેલ્સ ખત્મ થઇ જાય છે. સાથે જ ઓઈલ પણ દુર થઇ જાય છે.


ઠંડા પાણીથી વોશ કરો ફેઈસસુતા પહેલા તમે રોજ ઠંડા પાણીથી ફેઈસ વોશ કરો છો તો તમારા ચેહરા પરથી ઓઈલ અને પસીનો દુર રહે છે અને ખીલનો પ્રોબ્લેમ રહેતો નથી.


ત્વચાને અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી બચાવોગરમી હોય કે ઠંડી દરેક મોસમમાં સુરજ તમને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી નુકસાન કરે છે. સનસ્ક્રીન તમારી ત્વચાને હર મોસમમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.


ફેઈસ કવર કરીને રાખોપ્રદુષણને લીધે ધૂળ-માટી થી ચેહરા પર ખુબ જ અસર પડે છે. એવામાં બહાર નીકળતી વખતે પોતાના ચેહરાને કપડા વડે કવર કરીને રાખવું જોઈએ. જેનાથી તમારી ત્વચામાં પીમપલ્સ અને બ્લેકહેડ્સ નહિ થાય.


મુલતાની માટીનો ઉપયોગ ફાયદેમંદફ્રુટ માસ્કની જગ્યાએ તમે બે વાર મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ તમને ખુબ ફાયદો મળશે.


મોઈસ્ચરાઈજર લગાવોનાહ્યા અને ફેશ વોશ કર્યા બાદ ફેઈસ પર મોઈસ્ચરાઈજર જરૂર લગાવો. તેનાથી તમારી સુકાયેલી ત્વચા અને કરચલીઓ પણ ઓછી થવા લાગશે.

print

Comments

comments

VOTING POLL