છોટે નવાબનો બર્થ ડે ઉજવાશે પેલેસમાં

December 6, 2017 at 5:16 pm


જી હા, છોટે નવાબ તૈમુર અલી ખાનના આગમન પહેલા તેની માટેની વિવિધ અફવાઓથી બી-ટાઉનનું બજાર ગરમ હતું અને હજી પણ છોટે નવાબે એ ટ્રેન્ડ જાળવી રાખ્યો છે એવું લાગે છે. કરીના કપૂર-ખાન અને સૈફ અલી ખાનના ઘરે ગયા વર્ષે 20મી ડિસેમ્બરના આ નાનકડા નવાબનું આગમન થયું હતું અને હવે તેને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે તેના પહેલાં જન્મદિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે એ માટેની નવી નવી અફવાઓ બી-ટાઉનમાં સાંભળવા મળી રહી છે. જોકે પરિવારના એકદમ નજીકના સંબંધીના જણાવ્યા અનુસાર તૈમુરનો પહેલો જન્મદિવસ પેલેસમાં ઉજવાશે. તૈમુરના પહેલાં જન્મદિવસ માટે ખાન પરિવારની સાથે સાથે આખો કપૂર પરિવાર ખૂબ જ ઉત્સુક છે અને તે માટેની વિવિધ તૈયારીઓમાં લાગી પડ્યા છે. બર્થ-ડેના આઠ દિવસ પહેલાં જ પરિવારના તમામ સભ્યો પેલેસમાં પહોંચી જશે અને તૈમુરની બર્થ-ડે પાર્ટીમાં આવનારાઓમાં શાહરૂખ ખાનના દીકરા અબરામથી લઈને કરણ જોહરના જોડિયા બાળકો યશ અને રૂહીનો સમાવેશ થાય છે. ભાઈ છોટે નવાબ કા જન્મદિન હૈ… યાદગાર તો હોના હી ચાહિયે!

print

Comments

comments

VOTING POLL