જંગલેશ્ર્વર સહકાર રોડ, મોટામવામાં દેશી–વિદેશી દારૂના પાંચ દરોડા

October 12, 2017 at 3:20 pm


શહેરમાં પોલીસે દારૂની બદીને ડામવા ગઈકાલે સાંજથી રાત સુધીમાં પોલીસે ત્રણ વિસ્તારમાં પાંચ સ્થળે દરોડા પાડીનો બૂટલેગરોને પખડી પાડયા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભકિતનગર પોલીસની ટીમે જંગલેશ્ર્વર મેઈન રોડ પાસે દેશી દારૂના જથ્થા સાથે સુરેશ ધીરૂ ગોહિલ તથા અજી અબ્દુલ હિંગોરાને તેમજ અન્ય દરોડામાં રોશન આસિફ સમાને પકડવામાં આવી હતી. ત્યાંથી પોલીસે દારૂ ગાળવાની ભઠ્ઠીના રૂા.૨૯૭૦ના સાધનો તથા દારૂનો જથ્થો કબજે કર્યેા હતો.
જયારે મોટામવા પાસે તેમજ આવાસ કવાર્ટરમાં પોલીસે બે સ્થળે દેશી દારૂનો વેપલો કરતા રાયધન પેમા દેવીપૂજક તથા વિજયા અરવિંદ સોલંકીની ધરપકડ કરી હતી.
બીજીબાજુ સહકાર રોડ પાસે ભારતીનગર ૫૩ નજીક પોલીસે વિદેશી દારૂની ચાર બોટલ પકડી હતી, પરંતુ જસ્મીન વાણદં નામનો બૂટલેગર નાસી છૂટયો હતો.
જયારે રૈયારોડ પર બ્રહ્મચોકમાં મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન દારૂના ચિક્કાર નશામાં એકિટવા ચલાવીને જતો વૈભવ આકાશ તાપડે ઉ.વ.૪૦ પોલીસની ઝપટે ચડી ગયો હતો. ઉધોગનગરમાં રહેતા આ શખસ વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી

print

Comments

comments

VOTING POLL