જંગલેશ્વરમાંથી ઝડપાયેલા ચરસની તપાસ જયપુર, કાશ્મીર સુધી લંબાવાઈઃ ચારેય શખસો 14 દિવસના રિમાન્ડ પર

September 11, 2018 at 3:07 pm


જંગલેશ્વરમાં 8 કિલો ચરસનો જથ્થો ઉતર્યો હોવાની એનસીબી બ્યુરોની બાતમીના આધારે એસઆેજી, ભિક્તનગર પોલીસના સંયુકત આેપરેશન દરમિયાન રૂા.81.32 લાખની કિંમતના ચરસના જથ્થા સાથે સાળા-બનેવી સહિત ચાર શખસોની ઝડપી લઈ આકરી પુછપરછ કરતા આ ચરસનો જથ્થો કાશ્મીરનો યાકુબ ખાન મારફત આવતો હોવાનું ખુલતા પોલીસે વધુ પુછપરછ માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરતા કોર્ટે 14 દિવસના રીમાન્ડ મંજુર કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઈ ગઢવી દ્વારા મુખ્ય આરોપી મહેબુબ ઠેબા સહિતના શખસોની વિસ્તૃત પુછપરછ હાથ ધરી છે. જેમાં કાશ્મીરનો શખસ જૂનાગઢના પટેલબાપુ નામના શખસ મારફત ચરસનો જથ્થો પહાેંચાડતો હોવાનું અને આંગડીયા પેઢી દ્વારા તેને પૈસા પહાેંચાડતો હોવાનું બહાર આવતા પોલીસે ચરસની તપાસ જયપુર, કાશ્મીર સુધી લંબાવી હોવાની કાર્યવાહી કરી છે. તેમજ વધુ આરોપીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર એસ.એમ.ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, મનોહરસિંહ જાડેજા, ક્રાઈમ એસીપી જયદીપસિંહ સરવૈયાની રાહબરી હેઠળ એસઆેજીના પીઆઈ એસ.એમ.ગડુ, ભકિતનગરના પીઆઈ ગઢવી તેમજ પીએસઆઈ રાણા, ધાખડા, હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજા સહિતના સ્ટાફે સંયુકત આેપરેશન કરી જંગલેશ્વરમાં રહેતો મહેબુબ આેસમાણ ઠેબા, સાગરીત ઈલીયાસ હારૂન સોરા, તેનો બનેવી જાવેદ ગુલમામદ દલ અને તેનો મિત્ર રફીક હબીબ લોયાને ઝડપી લઈ તેની પાસેથી રૂા.81.32 લાખની કિંમતનું 8 કિલો અને 132 ગ્રામ ચરસ કબજે કરી તેની વધુ પુછપરછ માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરતા તેના 14 દિવસના રીમાન્ડ મંજુર થતાં ભકિતનગર પોલીસે વિસ્તૃત પુછપરછ હાથ ધરી છે.

પોલીસની પુછપરછમાં મહેબુબ ઠેબાને બે વર્ષ પહેલા કાશ્મીરના યાકુબ ખાન સાથે મસ્જીદમાં આેળખાણ થયા બાદ જૂનાગઢના પટેલબાપુ મારફત ચરસનો જથ્થો પહાેંચાડાતો હોવાનું અને આ જથ્થો જયપુર, કાશ્મીરથી આવતો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ કાશ્મીર સુધી લંબાવી વધુ આરોપીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

print

Comments

comments

VOTING POLL