જંગલેશ્વરમાંથી 81.43 લાખના ચરસના જથ્થા સાથે ચાર શખસો પકડાયા

September 10, 2018 at 3:18 pm


રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચરસનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતર્યો હોવાની સચોટ બાતમીના આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી એસઆેજી, ભિક્તનગર, ક્રાઈમ બ્રાન્ચ સહિતના સ્ટાફે સંયુકત આેપરેશન કરી દરોડા પાડતાં રૂા.81.43 લાખની કિંમતના 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે ચાર મુિસ્લમ શખસોને ઝડપી લઈ આ જથ્થો કયાંથી આવ્યો અને કોને પહાેંચાડવાનો હતો તે અંગે આકરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ચરસનો જથ્થો ઉપરાંત રોકડ રૂપિયા, મોબાઈલ સહિત કુલ 81.52 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઆેએ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસ કમિશનરના અભિયાન દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કેટલાક શખસો ચરસનો જથ્થો મગાવી નાના વિસ્તારોમાં માણસો દ્વારા વેચતા હોવાની સચોટ બાતમીના આધારે એસઆેજીના પીઆઈ ગળુ તેમજ ભિક્તનગર પોલીસ મથકના પીઆઈ ગઢવી, પીએસઆઈ એચ.એમ. રાણા, ધાખડા સહિતના સ્ટાફે સંયુકત આેપરેશન કરી મહેબુબ ઉર્ફે આેસમાણ ઠેબા, ઈલીયાસ હારૂન સૌરા, જાવેદ ગુલમહંમદ દલ અને રફીક ઉર્ફે મેમણ હબીબ લોયા નામના ચાર શખસોને ઉઠાવી લઈ તેની પાસેથી 81.43 લાખની કિંમતનો 8 કિલો 132 ગ્રામ ચરસનો જથ્થો ઉપરાંત તેની પાસેથ7 રૂા.7,700 રોકડ, 3 મોબાઈલ તેમજ વજનકાંટો મળી કુલ 81.52 લાખની મત્તા કબજે કરી આકરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહેબુબ આેસમાણ ઠેબા નામનો કુખ્યાત શખસ જમ્મુ-કાશ્મીરથી યાકુબખાન સાથે અગાઉ મસ્જીદમાં મળ્યા હોય આેળખાણ થઈ હતી. જેમાં તેને ચરસના ધંધા માટે વાતચીત કર્યા બાદ છેલ્લા બે માસથી યાકુબખાન જમ્મુ-કાશ્મરીથી રાજકોટ ચરસનો જથ્થો પહાેંચાડતો હોય જેમાં તેનું પેમેન્ટ આંગડીયા પેઢી દ્વારા થતું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસની વધુ તપાસમાં મુખ્ય સુત્રધાર મહેબુબ ઠેબા, તેનો બનેવી જાવેદને સાથે રાખી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મગાવી નાના પેકિંગ બનાવી માણસો દ્વારા રાજકોટના કેટલાક વિસ્તારોમાં વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત આ જથ્થો કયાંથી આવ્યો અને અન્ય કેટલા સાગરીતો તેની સાથે સંડોવાયા છે તે અંગે વધુ પુછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

નાર્કોટિકસ કંટ્રાેલના બ્યુરોની બાતમીથી જંગલેશ્વરમાં ચાલતા નશીલા પદાર્થના નેટવર્કનો ભેદ ખુલ્યો

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થ વેચવાનું હબ બની ગયું હોય તાજેતરમાં જંગલેશ્વરમાંથી ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી લીધા બાદ જંગલેશ્વર વિસ્તારમાં જ ચરસનો જથ્થો આવ્યો હોવાની અમદાવાદ નાર્કોટીકસ કંટ્રાેલના બ્યુરો હરીઆેમ ગાંધીની બાતમીને આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર એસ.એમ.ખત્રી, ડીસીપી ઝોન-1 રવિકુમાર સૈની, ઝોન-2 મનોહરસિંહ જાડેજા, ક્રાઈમ એસીપી જયદીપસિંહ સરવૈયા, પુર્વ વિભાગ એસીપી બી.બી.રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઆેજીના પીઆઈ એસ.એમ.ગડુ, ભકિતનગર પોલીસ મથકના પીઆઈ ગઢવી, પીએસઆઈ એચ.એમ.રાણા, આે.પી.સીસોદીયા, પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજા, નિતુભા, ચતુરસિંહ, ગીરીરાજસિંહ, ફીરોઝભાઈ, વિજેન્દ્રસિંહ, અનીલસિંહ સહિતના સ્ટાફે મહેબુબ આેસમાણ ઠેબાના ઘર પર દરોડો પાડી મહેબુબ, તેનો સાગરીત ઈલીયાસ ઠેબાની 1.10 કિલો ચરસનો જથ્થા સાથે ધરપકડ કરી પુછપરછમાં મહેબુબનો બનેવી જાવેદ દલના ઘરની તલાશી લેતાં ત્યાંથી 2.24 કિલોગ્રામ ચરસ સાથે તથા રફીક ઉર્ફે મેમણ પાસેથી 5 કિલો ચરસના જથ્થા સાથે ઝડપી લઈ નશીલા પદાર્થના નેટવર્કનો પદાર્ફાશ કર્યો છે.

સ્કૂલ-કોલેજ પાસે નશીલા પદાર્થનો વેપલો કરતા શખસો સામે તોડાતા આકરાં પગલાં

રાજકોટઃ શહેરમાં સ્કૂલ-કોલેજ પાસે નશીલા પદાર્થનો વેપલો કરી યુવાધનને ખોખલા કરી દેવાના નેટવર્ક સામે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તત્કાલ પોલીસ અધિકારીઆે સાથે બેઠક યોજી સ્કૂલ-કોલેજ પાસે નશીલા પદાર્થનો વેપલો કરતા શખસો સામે તુટી પડવા તેમજ સમાજના દૂષણને જડમુળથી ખતમ કરવા આદેશ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL