જંગલેશ્વરમાં કારમાંથી 46 હજારનો વિદેશી દારૂ કબજે

October 11, 2018 at 3:34 pm


જંગલેશ્વર શેરી નં.9માં આવેલા કનૈયા ચોક પાસેથી ભિક્તનગર પોલીસે એક કારમાંથી રૂા.46,800ની કિંમતના વિદેશી દારૂની 84 બોટલ પકડી પાડી કાર સહિત કુલ રૂા.1.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભિક્તનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવીની સૂચનાથી પીએસઆઈ ધાખડા, જમાદાર સલીમભાઈ તથા વાલજીભાઈ સહિતના સ્ટાફે જંગલેશ્વર શેરી નં.9 પાસે કનૈયા ચોકમાં પાર્ક કરાયેલી કાર નં.જીજે-06-સીએમ-6728 માંથી વિદેશી દારૂની રૂા.48,600 કિંમતની 84 બોટલ પકડી પાડી હતી. પોલીસે કાર અને દારૂ કબજે કરી કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL