જખૌમાં વિસ્ફોટકો સાથે શંકાસ્પદની ઘૂસણખોરીના ઇનપુટના પગલે જામનગરમાં લોખંડી સુરક્ષા

February 17, 2017 at 2:17 pm


જખૌમાં વિસ્ફોટકો સાથે એક સંદિગ્ધ ઘૂસ્યો હોવાના ઇનપુટના પગલે કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ ઇનપુટના અનુસંધાને જામનગર શહેર જિલ્લામાં પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, ખાસ કરીને સેનાની ત્રણેય મુખ્ય પાંખ અને મહાકાય આૈદ્યાેગિક ગૃહો, જગતમંદિર સહિતના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે, પોલીસને અલેર્ટ લેવા સૂચનાઆે અપાઇ ચૂકી છે. મળતી વિગત મુજબ જખૌથી કોઇ શકમંદ વિસ્ફોટક સાથે ઘૂસ્યો હોવાનું ઇનપુટ આઇબીને મળતા આ મેસેજ લગત જિલ્લાને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, એ પછી કંડલા અને ગાંધીધામ બાજુ ઘૂસ્યો હોવાની આશંકાના આધારે ગાંધીધામ, કંડલા સહિતના વિસ્તારોમાં નાકાબંધી કરી સઘન ચેકીગ કરી હાથ ધરવામાં આવ્યું છે, દરમ્યાન આ ઇનપુટના પગલે કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

જખૌમાં સંદિગ્ધ શખ્સ ઘૂસ્યાના સેન્ટ્રલ આઇબીના ઇનપુટના પગલે જામનગરમાં પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ખાસ કરીને નેવી, આર્મી, એરફોર્સ તથા જગતમંદિર અને મહાકાય આૈદ્યાેગિક ગૃહોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી સીક્યુરીટી અંત્યત ટાઇટ બનાવવામાં આવી છે, આ સિવાયના અન્ય સંવેદનશીલ ગણાતા વિસ્તારોને પણ વધુ સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે, જુદી જુદી ટુકડીઆેને એલર્ટ રહેવા સૂચનાઆે આપવામાં આવી છે. રેન્જ આઇ.જી. ડી.એન. પટેલ, જીલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઆેને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા આદેશો જારી કર્યા હતા, જુદા જુદા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબુત બનાવવામાં આવી છે. દરિયાઇ કાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રાેલીગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL