જનાના હોસ્પિટલ પાસેથી પરિણીતા એકાએક ગુમ થતાં ફરિયાદ

February 13, 2018 at 3:55 pm


મોરબી રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીની પરિણીતા ડ્રેસ સિવડાવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતા અને જનાના હોસ્પિટલ પાસેથી ગુમ થતાં એ ડિવિઝન પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ જગદીશભાઈ ઝીંઝુવાડિયા ઉ.વ.૩૦ નામના કોળી યુવાને એ ડિવિઝન પોલીસમાં પોતાની પત્ની હેતલ ઉ.વ.૨૭ નામની જનાના હોસ્પિટલના ગેઈટ પાસેથી ગુમ થયાની જાણવા જોગ અરજી કરતા પોલીસે પ્રાથમિક તપાસ આદરી છે.
ગઈ તા.૩ના સવારના સાડા નવેક વાગ્યે હેતલ ઝીંઝુવાડિયા ઘરેથી ડ્રેસ સીવડાવવાનું કહી ઘરેથી નીકળી હતી અને છેલ્લે જનાના હોસ્પિટલ પાસેથી ગુમ થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવના પગલે એ ડિવિઝન પોલીસના પીએસઆઈ ભટ્ટ તથા એએસઆઈ શિવરાજસિંહ તથા કોન્સ્ટેબલ ઈન્દુભા સહિતના સ્ટાપે તપાસ હાથ ધરી છે

print

Comments

comments

VOTING POLL