જન્માષ્ટમીના દિવસે ભુજની યુવતીએ એપાર્ટમેન્ટ ઉપરથી છલાગ લગાવી

September 4, 2018 at 8:39 pm


ફાચરિયામાં મહિલાએ ઝેરી દવા પીને જીંદગી ટુંકાવી ઃ મોકરશીવાંઢમા દાઝી જતા મોત ઃ પ્રાગપરમાં આધેડનું મૃતદેહ મળી આવ્યો

ભુજ ઃ તહેવારોના સફરમાં પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના જુદા જુદા બનાવોમાં પ્રકાશમાં આવવા પામ્યા હતા. આ બનાવે અરેરાટી સાથે સનાટો, ફેલાઈ દીધો છે. જુદા જુદા બનાવોમાં ચાર વ્યક્તિઆેના મોત નીપજયા હતા. જેને લઈને અરેરાટી વ્યાપી જવા પામી છે.

ભુજ શહેરના હોસ્પિટલ રોડ વિસ્તારમાં આવેલ અંજલી એપાર્ટમેન્ટ ઉપરથી જન્માષ્ટમીના દિવસે સવારે 8.30 વાગ્યાના અરસામાં વોરા કોલોની ખાતે રહેતા અરવાબેન મુસીજા હાલાઈ ( વોરા) ઉ.વ. 39 એ છલાગ લગાવીને જીંદગીનાે કરૂણ અંત આણી દીધો હતાે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવની જાણ ગાંધીધામની અશોક ભાનુશાલીએ પાેલીસને કરી હતી. સ્થળ પર ટુકડી દોડી ગઈ હતી અને હતભાગીના મૃતદેહને હોÂસ્પટલમાં લઈ જવાયો હતાે. પાેલીસે આ બનાવમાં તલસ્પશીૅ તપાસ હાથ ધરી છે.

જયારે બીજી તરફ મુન્દ્રા તાલુકાના ફાચરીયા ખાતે લક્ષ્મીબેન બાબુભાઈ ગાેયલ ઉ.વ. 4પ અગમ્ય કારણોસર પાકમાં છંટકાવ કરવાની ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું. બીજી તરફ અબડાસા તાલુકાના મોકરશીવાંઢ ખાતે રહેતી શારૂબેન હકીમ પઢીયાર ઉ.વ. રપ ધરે ચા બનાવતી હતી ત્યારે આગની જાડ લાગતા ગંભીર રીતે દાજી જતા સારવાર અથેૅ ભુજની જનરલ હોÂસ્પટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જયાં તેનું મોત નીપજયું હતું.

મુન્દ્રા તાલુકાના પ્રાંગપર ચોકડી નજીક પ0 વષીૅય હીરાલાલ પ્રજાપતિનાે બેભાન અવસ્થામાં મળી આવતા તેને મુન્દ્રાના સરકારી દવાખાનામાં લઈ જવાયા હતા જયાં તેનું મોત આંબી ગયું હતું કારણો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL