જમ્મુ-કાશ્મીરમાં ‘નરેન્દ્ર’ શાસનને રાષ્ટ્રપતિની મંજૂરી

June 20, 2018 at 10:55 am


ભાજપે સમર્થન પાછું ખેંચી લીધાના ઘટનાક્રમ બાદ આજરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મૂ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાજપ-પીડીપી ગઠબંધન સરકાર તૂટી જતાં રાજ્યમાં રાજપાલ શાસનની અટકળો તેજ બની ગઇ હતી.
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે આ અંગેનો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. રાજ્યમાં અન્ય કોઇ પક્ષે સરકાર બનવવા દાવા રજૂ ન કર્યો હોવાનો રિપોર્ટ રાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. આમ હવે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજયપાલ નરેન્દ્રનાથ વોરા છ માસ સુધી શાસન કરશે.
મંગળવારના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કાશ્મીર ભાજપ નેતાઓની સાથે બેઠક કરી હતી, ત્યારબાદ ભાજપે પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.
મંગળવારના રોજ ભાજપ નેતા રામમાધવે પીડીપીમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરતાં છેલ્લાં કેટલાંક દિવસથી કાશ્મીરમાં સ્થિતિ ખૂબ વણસી છે, તેના લીધે અમારે આ નિર્ણય લેવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં વડાપ્રધાન, અમિત શાહ, રાજ્ય નેતૃત્વ સંભાળી રહેલા તમામ સાથે વાત કરી છે. સરકાર તૂટ્યા બાદ ભાજપે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન નાંખવાની માંગણી કરી હતી.
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં આપ્યા બાદ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ડરની નીતિ ચાલશે નહીં. તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ અલગ-અલગ વિચારધારાને માને છે, પરંતુ તેમ છતાંય સત્તા માટે નહીં પરંતુ મોટા વિઝનને સાથે લઇ અમે ભાજપ્ની સાથે ગઠબંધન કર્યું હતું.
મહેબૂબાએ કહ્યું કે સરકાર દ્વારા તેઓ કાશ્મીરમાં પોતાના એજન્ડા લાગૂ કરવામાં સફળ રહી છે. મહેબૂબાનું કહેવું છે કે કાશ્મીરના લોકો સાથે વાતચીત થવી જોઇએ, પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઇએ, આ તેમની હંમેશાથી કોશિષ રહી છે.

print

Comments

comments

VOTING POLL