જમ્મુ કાશ્મીરમાં રમઝાન વેળા શરતી યુદ્ધવિરામને મંજુરી મળી

May 16, 2018 at 8:26 pm


કેન્દ્ર સરકારે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરમાં શરતી યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી દ્વારા રમઝાન અને અમરનાથ યાત્રા દરમિયાન ખીણમાં એકબાજુની યુદ્ધવિરામની અપીલને શરતી મંજુરી આપી દીધી છે. મહેબુબા મુફ્તી દ્વારા રમઝાન દરમિયાન યુદ્ધવિરામની અપીલ ઉપર કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને ખીણમાં રમઝાનના ગાળા દરમિયાન કોઇપણ પ્રકારના નવા આેપરેશન શરૂ ન કરવા માટેના આદેશ આપી દીધા છે. અલબત્ત કેન્દ્ર સરકારે કોઇ આતંકવાદી હુમલાની સ્થિતિમાં સુરક્ષા દળોને ત્રાસવાદીઆે સામે જવાબી કાર્યવાહી કરવા માટે મંજુરી આપી છે. રમઝાન મહિનાની શરૂઆતથી એક રોજા પહેલા કેન્દ્ર સરકારે આ અંગેની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પરથી આ અંગેની માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, સરકારે ખીણમાં સુરક્ષા દળોને રમઝાન દરમિયાન કોઇ નવા આેપરેશન શરૂ ન કરવા માટેના આદેશ કર્યા છે. ગૃહમંત્રી રાજનાથિંસહે પણ પાેતે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને આ સંબંધમાં માહિતી આપી દીધી છે. બીજી બાજુ અન્ય એક ટિ્‌વટમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષા દળોને કાશ્મીરમાં લોકોની સુરક્ષા કરવા અને પાેતાના પર થનાર હુમલાનાે જવાબ આપવા માટે કોઇપણ પ્રકારના નિર્ણય લેવાનાે અધિકાર રહેશે. આના માટે સંપૂર્ણપણે સુરક્ષા દળો સ્વતંત્ર રહેશે. કેન્દ્ર સરકાર એવી અપેક્ષા રાખે છે કે તમામ લોકો સુરક્ષાની આ વ્યવસ્થામાં સહકાર કરશે જેમાંથી મુÂસ્લમ સમાજના ભાઈ-બહેનાે રમઝાન મહિનાની શાંતિપૂર્ણરીતે ઉજવણી કરી શકશે. આ પહેલા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ 9મી મેના દિવસે એક સર્વપક્ષીય બેઠક બાેલાવી હતી જેમાં રમઝાનના પવિત્ર મહિનામાં કેન્દ્રની સામે ખીણમાં એક પક્ષીય યુદ્ધવિરામના દરખાસ્તની વાત કરવામાં આવી હતી. આ બેઠક બાદ મહેબુબાએ દાવો કયોૅ હતાે કે તમામ પાટીૅઆે આ મુદ્દા સાથે સહમત છે. બીજી બાજુ થોડાક દિવસ બાદ જ મહેબુબા મુફ્તીએ આ દાવાને ફગાવતા કહ્યું હતું કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે, સુરક્ષા દળો પર થઇ રહેલા હુમલા વચ્ચે ખીણમાં યુદ્ધવિરામ કરવાના મહેબુબાના પ્રસ્તાવ ઉપર કોઇપણરીતે સ્વીકાર કરશે નહીં. રાજ્યની સત્તામાં ભાગીદાર રહેલી ભાજપના સભ્યોએ મહેબુબાના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ પૂર્વ મુખ્યમંત્રી આેમર અબ્દુલ્લાએ બેઠકની યોજના અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે, મોડેથી આ મુદ્દે સહમતિ સધાઈ હતી. કેન્દ્ર સરકારે આગામી 30 દિવસ દરમિયાન પ્રદેશમાં કોઇ નવા આેપરેશન હાથ ન ધરવા કહ્યું છે. જો કે, હુમલાની સ્થિતિમાં સુરક્ષા દળો પાસે અધિકારો રહેશે. નિર્ણય અંગે મહેબુબા મુફ્તીને પણ જાણ કરવામાં આવી ચુકી છે. આ નિર્ણયનું તમામ જગ્યાએ સ્વાગત થઇ રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આેપરેશન આેલઆઉટ હાલમાં ચાલી રહ્યું હતું. આ આેપરેશન આેલઆઉટના ભાગરુપે વર્ષ 2017માં 250થી પણ વધુ ત્રાસવાદીઆે માર્યા ગયા હતા જ્યારે 2018માં હજુ સુધી 70થી વધુ ત્રાસવાદીઆે માર્યા ગયા છે. ત્રાસવાદીઆે સામે કાર્યવાહી જારી રહી છે.

print

Comments

comments

VOTING POLL