…જયારે મેરેથોનની સિરિયસનેસ ટ્રેક પર કચડાઈ…

February 8, 2017 at 8:20 pm


રાજકોટની જનતા જે કોઈ ન કરે તેવું કરીને બતાવવા માટે સક્ષમ છે તેમાં ના નથી પરંતુ તાજેતરમાં જ શહેરમાં જે દેશની સૌથી મોટી મેરેથોન યોજાઈ હતી તેમાં પબ્લીકે અભૂતપૂર્વ સંખ્યામાં ભાગ લીધો છતાં ઘણી બધી ખામીઓ રહી ગઈ છે અને તેનો અફસોસ દોડમાં ભાગ લેનારા લોકોએ વ્યકત કર્યો છે. મેરેથોનનો જે પરપઝ હતો તે ખરેખર કયાંય દેખાયો નથી અથવા તો આંશિક રીતે દેખાયો છે. મેરેથોનનો હેતુ પાણી બચાવો, સ્વચ્છતા જાળવો અને સ્માર્ટ સીટી બનાવવાનો સંદેશ ફરતો કરવાનો હતો.

જો કે, આ અજોડ મેરેથોનમાં કેટલાક લોકો ફકત સેલ્ફી લેવા માટે જોડાયા હોય તેવું લાગ્યું. કેટલાક લોકો ફકત આનંદ કરવા માટે અને હાહા-હીહી કરવા માટે આવ્યા હોય તેવું લાગ્યું. કેટલાક લોકો ગાંઠીયા, જલેબી સહિતના નાસ્તા કરવા માટે આવ્યા હોય તેવું લાગ્યું. મેરેથોનની જે સીરીયસનેસ હોવી જોઈએ તેવી ઘણી જગ્યાએ દેખાઈ ન હતી અને ગેર વ્યવસ્થામાં આ વખતે પોલીસે પણ નિષ્ક્રીયતા દાખવી હોય તેવું દેખાયું હતું.
મેરેથોનમાં તો રીતસર દોડવાનું જ હોય છે પરંતુ અલગ અલગ કેટેગરીમાં બહ ઓછા લોકો દોડતા જોવા મળ્યા હતા અને ઘણાં બધા સ્પર્ધકો વોકીંગ કરતા દેખાયા હતા. યાજ્ઞીક રોડ અને કાલાવડ રોડ પર તો દોડવીરોએ દોડવાનું બંધ કરીને દાંડીયા રાસ શ કરી દીધો હતો અને આ બધું જોઈને સૌ આશ્ર્ચર્યચકીત થઈ ગયા હતા ! આ લોકો દોડવા આવ્યા હતા કે દાંડીયા રમવા આવ્યા હતા ? તે સમજાણું નહીં. નો-ડાઉટ રાજકોટની જનતાએ આ મેરેથોનને દેશની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. સામાન્ય રીતે મોડે મોડે સૂઈને મોડે મોડે ઉઠવા માટે જાણીતા શહેરીજનો ટાઈમસર મેરેથોનમાં હાજર થઈ ગયા હતા પરંતુ મેરેથોનનો હેતુ માર્યો ગયો હતો. જે માર્ગો વન-વે હતા ત્યાં સેંકડો દોડવીરો દોડી રહ્યા હતા અને ત્યારે સામેથી વાહનોના જમેલા આવતા દેખાયા હતા અને આવા સમયે પોલીસની નિષ્ક્રીયતા પણ દેખાઈ હતી. સાથોસાથ આમજનતા આ મેરેથોનને લીધે ઘણી બધી પરેશાન પણ થઈ હતી. કોઈને હોસ્પિટલે જવું હતું. કોઈને એરપોર્ટ પર, કોઈને નોકરી ધંધા પર તો કોઈને અર્જન્ટ કામ માટે જવાનું હતું પરંતુ આવા લોકો ઘર્ષણ કરતા દેખાયા હતા અને આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા. આમ મેરેથોનનું આયોજન થાય તેમાં સો ટકા ગૌરવ લેવા જેવી વાત છે પરંતુ ગેરવ્યવસ્થા સહન થઈ શકે નહીં. જો વન-વેમાં વાહનો ઘુસી આવ્યા ત્યારે જો કોઈની જાનહાની થઈ હોત તો કોણ જવાબદાર હોત ? તેવો પ્રશ્ર્ન મેરેથોનમાં ભાગ લેનારા લોકોએ ઉપસ્થિત કર્યો છે. મેરેથોનના આયોજન માયે કોંગ્રેચ્યુલેશન આપવા જોઈએ પરંતુ તેની સીરીયસનેસ જાળવી શકાઈ નથી તેનો અફસોસ પણ સાથોસાથ રહે છે. હવે ભવિષ્યમાં જયારે પણ આનાથી પણ મોટી મેરેથોન યોજાય ત્યારે આ બધી ખામીઓ રીપીટ નહીં થાય તેવી આશા રાખવામાં કંઈ ખોટું નથી.

print

Comments

comments

VOTING POLL