‘જય જય શિવશંકર…’ કાલે શિવરાત્રીનું પાવન પર્વ

February 12, 2018 at 11:42 am


આવતીકાલે ભગવાન ભોળાનાથનો જયઘોષ ગુંજી ઉઠશે. કાલે શિવરાત્રીનું મહાપર્વ… ભગવાન શિવના ભકતો માટે આ ખાસ તહેવાર છે. શિવરાત્રી પર પ્રસન્ન કરવા માટે આ વ્રત રાખે છે. શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવના લગ્ન પાર્વતી સાથે થયા હતા. તો કેટલીક કથાઓ અનુસાર આ દિવસે સૃષ્ટિનો આરંભ થયો હતો. આવતીકાલે શિવમંદિરોમાં શિવજીના પૂજન-અર્ચન માટે ભકતોની ભીડ જામશે.
સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમીતે ત્રીદિવસીય સોમનાથ ઉત્સવનો પ્રારંભ ગઇ કાલે સાંજે થયેલ હતો. આ ત્રણ દિવસ સુઘી ચાલનારા કાર્યક્રમમાં 500 જેટલા જુદા-જુદા કલાકારો શિવવંદનાથી લોકોને મંત્રમૃગ્ઘ કરનાર છે.
ભારત વર્ષના આસ્થા કેન્દ સોમનાથ મંદિર નજીક આવેલ ચોપાટી ખાતે ત્રીદિવસીય સોમનાથ ઉત્સવનો પ્રારંભ ગીર-સોમનાથ જીલ્લાના પ્રભારી અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમ તા.13 સુઘી ચાલનાર છે અને આ મહોત્સવમાં 500 જેટલા કલાકારો દરરોજ સાંજે સાત કલાકથી શિવભકિત સાથે શિવવંદનામાં લોકનૃત્યો, સંતવાણી, તલવાર રાસ સહીતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોને મંત્રમુગ્ઘ કરનાર છે. રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ ના સંયુકત ઉપક્રમે આયોજીત મહોત્સવનો પ્રારંભ મંત્રી જયેશભાઇ રાદડીયાએ કરેલ અને આ તકે જણાવેલ કે, ગુજરાત તેની આગવી સંસ્કૃતિ અને સભ્યતાની ગરીમાપૂર્ણ જાળવણી કરી ભવ્યવિરાસતો વારસો સાચવવા પ્રતિબઘ્ઘ છે. આથી દર વર્ષે લોક સંસ્કૃતિક અને લોકકલાના માઘ્યમથી આપણી કલાઓને જીવંત સાંસ્કૃતિકઉત્સવોની આયોજન કરવામાં આવે છે.
આ ત્રીદિવસીય સોમનાથ મહોત્સવના પ્રારંભે સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વ રાજયમંત્રી જશાભાઇ બારડ, જીલ્લા કલેકટર અજયપ્રકાશ, જીલ્લા વિકાસ અઘિકારી અશોક શમર્,િ જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, મહેન્દભાઇ પીઠીયા, સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેંસલા સહીતના અગ્રણીઓ અને શિવભકતો સહીતના બ્હોળી સંખ્યામાં હાજર રહેલ હતા. આ તકે પ્રાંત અઘિકારી પ્રદીપસિંહ રાઠોડ તથા જીલ્લા રમત ગમત અઘિકારી વિશાલ સહીતનાએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.
આ ઉત્સવના પ્રારંભે મેવાસી નૃત્ય, મીઠા હુડો રાસ આદીજાતિ નૃત્ય, સીદીઘમાલ અને પોરબંદરની પ્રખ્યાત મેર રાસ મંડળીઓ તેમની કલા દ્વારા લોકોને રસતરબોર કયર્િ હતા.
વાંકાનેરમાં મહાશિવરાત્રીએ ભવ્ય અમરનાથ દર્શન
વાંકાનેરમાં મહાશિવરાત્રીના પાવન દિને બ્રહ્માકુમારી વિશ્ર્વવિદ્યાલયની વાંકાનેર શાખાના બહેનો દ્વારા મહાશિવરાત્રીના પાવન દિને બર્ફિલા બાબા અમરનાથના ભવ્ય દર્શનનું સુંદર આયોજન કર્યું છે. બ્રહ્માકુમારીઝ જ્ઞાનગંગા ભવન, અણોદય સોસાયટી, વાંકાનેરના બ્રહ્માકુમારી શૈલાબેને વિગત આપતા જણાવેલ કે પરમાત્માની અવતરણની સ્મૃતિ અપાવતું આ પર્વ મહાશિવરાત્રીના પાવન પર્વે વાંકાનર ‘જ્ઞાનગંગા’ ભવનના વિશાળ પટાંગણમાં ભવ્ય બર્ફિલાબાબા અમરનાથ, દ્વાદશ જ્યોતિલિંગ તથા શિવ જલાભિષેકના સભ્ય ફલોટ્સ સાથે અદ્ભૂત દર્શનનો લાભ વાંકાનેરના સર્વે ભકતોને પ્રાપ્ત થાય તેવું ભવ્ય અયોજન કરવામાં આવ્યું છે.
તા.13-2ને મંગળવારે મહાશિવરાત્રીના સવારે 9 કલાકે વાંકાનેરમાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી તથા શહેર ભાજપ પ્રમુખ દીનુભાઈ વ્યાસના હસ્તે દીપ પ્રાગટય કરી દર્શન ફલોટ્સ ખુલ્લુ મુકાશે. સવારથી રાત્રી સુધી વાંકાનરના ધર્મપ્રેમીઓ માટે દર્શનનો લાભ લઈ શકશે તેમ શૈલીદીદીએ જણાવેલ છે.

print

Comments

comments

VOTING POLL