જય શાહ ફરિયાદના કેસમાં બધા આરોપી કોર્ટમાં હાજર

February 3, 2018 at 8:18 pm


ધ વાયર નામના ન્યુઝ પાેર્ટલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ અને તેની કંપની વિશે લખાયેલા વિવાદીત અને બદનક્ષીભર્યા આર્ટિકલ અંગે જય શાહે અત્રેની મેટ્રાેપાેલીટન કોર્ટમાં પાેર્ટલના રિપાેર્ટર રોહિણીિંસહ સહિત સાત આરોપીઆે વિરૂધ્ધ દાખલ કરેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં આજે તમામ આરોપીઆે કોર્ટ સમક્ષ હાજર રહ્યાા હતા. કોટેૅ આરોપીઆેની Ãલી રેકોર્ડ કરી હતી, જેમાં આરોપીઆેએ સાફ શબ્દોમાં તેમની વિરૂધ્ધ જે ગુનાનાે આરોપ લગાવવામાં આવ્યો છે, તે તેઆેને કબૂલ નથી અને આ સમગ્ર આરોપ બેબુનિયાદ અને અસ્થાને હોવાની વાત કોર્ટ સમક્ષ જણાવી હતી. કોટેૅ આરોપીઆેની Ãલી રેકોર્ડ કરી કેસની વધુ સુનાવણી તા.17મી માર્ચ પર મુકરર કરી હતી.
જય શાહ દ્વારા ધ વાયર નામના ન્યુઝ પાેર્ટલ વિરૂધ્ધ દાખલ કરાયેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં રિપાેર્ટર રોહિણીિંસહ ઉપરાંત ન્યુઝ પાેર્ટલના ફાઉન્ડીંગ એડિટર સિધ્ધાર્થ વરદરાજન, સિધ્ધાર્થ ભાટિયા, એમ.કે.વેણુ, મેનેજીંગ એડિટર મોનાેબીના ગુપ્તા, પબ્લીક એડિટર પામેલા ફિલિપાેઝ સહિતના આરોપીઆે કોર્ટ રૂબરૂ હાજર રહ્યાા હતા. તમામે તેમની વિરૂધ્ધ આરોપને ફગાવ્યા હતા અને ગુનાે કબૂલ નહી હોવાની સાફ Ãલી કોર્ટ સમક્ષ રેકર્ડ કરાવી હતી. જેને કોટેૅ નાેંધી હતી. આ કેસની વધુ સુનાવણી હવે તા.17મી માચેૅ હાથ ધરાશે. આગામી તબક્કામાં હવે આરોપીઆે વિરૂધ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી જય શાહ દ્વારા કરાયેલી અરજીમાં આક્ષેપ કરતાં જણાવાયું હતું કે, પ્રતિવાદી આરોપીપક્ષે તેમના ન્યુઝ પાેર્ટલ પર ફરિયાદી અને તેમની સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની છબી ખરડાય તે પ્રકારે બિલકુલ ખોટી હકીકતાે સાથેનાે આર્ટિકલ પ્રસિધ્ધ કયોૅ છે. એક જ વર્ષમાં કરોડો રૂપિયાના ટનૅઆેવર વધી જવાની બાબતે જય શાહની કંપનીઆે અને તેમની કામગીરી સામે ગંભીર પ્રનાર્થ અને શંકા આર્ટિકલમાં ઉઠાવાયા હતા. એટલું જ નહી, પાેર્ટલના જવાબદારો દ્વારા ફરિયાદીને મોડી રાત્રે મેઇલ અને ફોન કરી જવાબ માંગવામાં આવે છે અને જો નિયત સમયમાં જવાબ ન અપાય તાે લેખ છાપી કાઢવાની ધમકી અપાઇ હતી. એટલું જ નહી, પ્રતિવાદીઆેએ મૂળઆર્ટિકલ પબ્લીશ કર્યા બાદ ફરિયાદીએ તેની સામે વાંધો લેતાં અને કાનૂની કાર્યવાહી કરવાની વાત કરતાં પાેર્ટલના જવાબદારોએ રાતાેરાત લેખ પણ બદલી કાઢયો હતાે.ફરિયાદમાં રજૂઆત કરાઇ હતી કે, ન્યુઝ પાેર્ટલના આર્ટિકલમાં જય શાહની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રા.લિ કંપની અને તેના બીઝનેસમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ અણધાયોૅ ઉછાળો જોવા મળ્યો હોવાની અને કંપનીનું ટનૅ આેવર એક જ વર્ષમાં રૂ.50 હજારથી રૂ.80 કરોડ સુધી પહાેંચ્યુ હોવાની હકીકતાે પ્રગટ કરવામાં આવી હતી. આરોપીપક્ષ દ્વારા ફરિયાદપક્ષનાે જવાબ પૂરો છાપવાને બદલે અધૂરી અને ગેરમાગેૅ દોરતી હકીકતાે લેખમાં પ્રગટ કરી અરજદારની બદનામી કરી છે અને સમાજમાં તેની પ્રતિષ્ઠાને હાનિ પહાેંચાડી છે. આ સંજોગાેમાં આરોપીઆે વિરૂધ્ધ સંબંધિત કલમો હેઠળ ટ્રાયલ ચલાવી સખત નશ્યત કરવામાં આવે અને સીઆરપીસીની કલમ-357 હેઠળ યોગ્ય હુકમ કરવામાં આવે એવી અદાલત સમક્ષ દાદ માંગવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL