જલારામ સોસાયટીમાં ગેસની નળી લિક થતાં નેપાળી માતા-પુત્ર દાઝયા

February 17, 2017 at 3:03 pm


શહેરના યુનિ. રોડ પર જલારામ સોસાયટી પાસે એપાર્ટમેન્ટમાં રહી ચોકીદારી કરતા નેપાળી માતા-પુત્ર ગેસની નળી લીક થતાં દાઝી જતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જયારે કરણસિંહજી રોડ પર ખાનગી હોસ્પિટલમાં સોલારનો પાઈપ તુટતા સફાઈ કર્મચારી દાઝી જતાં તેને પણ સારવારમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ નેપાળના અને હાલ યુનિ. રોડ પર જલારામ સોસાયટીમાં સાકાર એપાર્ટમેન્ટમાં રહી ચોકીદારી કરતા દિપકસિંગ ઠકુરીની પત્ની ભગવતીબેન ઉ.વ.23 આજે સવારે તેના ઘરે ગેસના ચુલા પર ચા બનાવતી હતી ત્યારે અકસ્માતે ગેસની નળી લીક થતાં ભડકો થયો હતો. જેમાં ભગવતીબેન અને તેનો દોઢ વર્ષનો પુત્ર જેનીશ દાઝી જતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જયારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં.5માં રહેતો અને કરણસિંહજી રોડ પર શિવ હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતો કિશન રામસીંગ પરમાર ઉ.વ.23 નામનો ખવાસ યુવાન આજે સવારે હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યારે સોલાર પાણીની પાઈપ લાઈન પર પગ આવતા પાઈપ લાઈન તુટી જતાં ગરમ પાણીના કારણે બન્ને પગે દાઝી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

print

Comments

comments

VOTING POLL