જળ સંચયમાં ઢીલી કામગીરીથી મુખ્યમંત્રી નારાજઃ કલેકટરો પર તડાપીટ

May 16, 2018 at 4:10 pm


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ છેલ્લા 15 દિવસથી સમગ્ર રાજ્યમાં જળ સંચય અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં અમુક જિલ્લાઆેમાં ઢીલી કામગીરી ચાલતી હોવા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભારોભાર નારાજ થયા હતા અને અધિકારીઆેને ખખડાવી નાખ્યા હતા. નબળી કામગીરી સંદર્ભે કલેકટર પર તડાપીટ બોલાવી હતી.

અમરેલી જિલ્લામાં 65 ટકા, કચ્છમાં 60 ટકા અને જામનગર જિલ્લામાં પંચાવન ટકા કામગીરી બાકી છે તે અંગે મુખ્યમંત્રીએ ભારોભાર નારાજગી વ્યકત કરી હતી. આ ઉપરાંત મગફળીના ગોડાઉનમાં વારંવાર લાગતી આગની ઘટનાનો તપાસ રીપોર્ટ આવી ગયો છે તેના પર કેબીનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની તંગી ન પડે તે માટે આયોજન ગોઠવવાની ચર્ચા પણ મુખ્યમંત્રીએ કેબીનેટની બેઠકમાં કરી હતી.

print

Comments

comments

VOTING POLL