જવાહર નવોદય વિદ્યાલયને જમીન ફાળવવાની દરખાસ્ત અંગે ધારાસભ્યની રજુઆતના પગલે સરકાર દ્વારા વિચારણા હાથ ધરાઇ

August 21, 2018 at 11:08 am


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે મંજુર કરવામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય માટે ધારાસભ્ય વિક્રમભાઇના પ્રયત્નોથી બજાર ભાવના બદલે મહેસુલ માફી, કિંમત માફીથી જમીન ફાળવવાની બાબત સરકારની વિચારણા હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલય મંજુર કરવામાં આવેલ છે, પરંતુ આ નવોદય વિદ્યાલય બનાવવા માટે સરકાર, સરકારી ખરાબાની જમીન તેમના જ વિદ્યાર્થીઆેની શાળા બનાવવા માટે બજાર કિંમત માંગી રહી હતી, કલ્યાણપુર તાલુકાનાં આગેવાનો, ધતુરીયા તથા આજુબાજુના આગેવાનો ગ્રામ પંચાયતોના સરપંચઆે, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ખુદ ધારાસભ્ય વિક્રમભાઇ માડમે પણ જવાહર નવોદય વિદ્યાલય માટે જમીન બજાર ભાવે ફાળવવાની સરકારની બાબતનો સખત વિરોધ કરવામાં આવેલ હતો, ધારાસભ્યએ આ અંતરીયાળ વિસ્તારમાં બનતા રાષ્ટ્રીય કક્ષાના વિદ્યાલય માટે સરકારએ જમીન, કિંમત માફી અને મહેસુલ માફીથી આપવાની માંગણીની સાથો સાથ રાજયમાં અન્યત્ર જયાં જવાહર નવોદય વિદ્યાલયો સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે, ત્યાં પણ નવોદય વિદ્યાલય માટે જમીન કિંમત માફી, મહેસુલ માફીથી આપવામાં આવેલ હોવાના દાખલા સાથે સરકારમાં ધારદાર રજુઆત સાથે તેમના તા.23-6-2018ના પત્રથી જણાવવામાં આવેલ કે માત્ર અને માત્ર આ અત્યંત પછાત અને છેવાડાનાં વિસ્તારમાં જયારે સરકાર લોકોને જવાહર નવોદય વિદ્યાલય આપે છે ત્યારે શામાટે કિંમત માફી, મહેસુલ માફીથી આપતી નથી…ં જે બાબતનો પડઘો સરકારમાં પણ પડતાં આખરે સરકારએ તેમનાં તા.8-8-2018ના પત્રથી ધારાસભ્ય વિક્રમભાઇને પત્ર લખી જણાવવામાં આવેલ છે કે સરકાર ધતુરીયા ગામે મંજુર કરવામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય માટે કિંમત માફી મહેસુલ માફીથી જમીનની ફાળવણી કરવા વિચારી રહી છે તેમ ધારાસભ્ય વિક્રમભાઇ માડમનાં કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

print

Comments

comments

VOTING POLL